April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.૧૫: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત આવેલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી વલસાડ દ્વારા જિલ્લાના આદિજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓને વ્યક્તિત્વ વિકાસ નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખાનો ખ્યાલ તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા માટે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં તાલુકા કક્ષાએ આવી તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આથી વલસાડ જિલ્લાના આદિજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ કે જેઓ આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ કચેરી, હાલર રોડ, વલસાડ ખાતેથી આ શિબિરના રજિસ્ટ્રેશન માટે કોર્મ મેળવીને તારીખ ૨૫-૦૫-૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન કચેરીમાં જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ૧૦૬, જૂની બી.એસ.એન.એલ.કચેરી, હાલર રોડ,વલસાડ જિ.વલસાડ ખાતે અથવા કચેરી સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૮૦૮૩ નો સંપર્ક કરવાનો રહેશે. આ શિબિરની તારીખની જાણ અરજીઓ મળ્યા પછીથી કરવામાં આવશે.

Related posts

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment