June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

પ્રશાસકશ્રીના સાતમા આસમાને પહોંચેલા ગુસ્‍સાની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતા અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના કાર્યાલયને વ્‍યવસ્‍થિત કરવાનું શરૂ કરેલું કામ
વેઈટ એન્‍ટ મેઝરમેન્‍ટના કાર્યાલયમાં ચાલુ એ.સી.ના કારણે કાર્યાલયમાં પ્રસરેલી સિગારેટની ગંધ અને તોલમાપના સાધનો ઉપર લાગેલા જાળા જોઈ પ્રશાસકશ્રીએ ખોલેલું ત્રીજું લોચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આજે મોટી દમણ ખાતે નિર્માણાધિન સચિવાલય સહિતના પ્રોજેક્‍ટોના નિરીક્ષણ માટે નિકળ્‍યા હતા તે સમયે વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ (તોલમાપ) વિભાગની આકસ્‍મિક મુલાકાત લીધી હતી. તે સમયે સંબંધિત અધિકારી-કર્મચારી ખુરશી ઉપર આરામની મુદ્રામાં હતા અને કાર્યાલયનું એ.સી. પણ ચાલુ હતું, ઉપરાંત કાર્યાલયમાં સિગારેટની ગંધ આવતી હતી. આવી સ્‍થિતિ નિહાળી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો હતો. તેમણે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાને તાત્‍કાલિક જવાબદાર અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કરી તેમને સૂચિત કરવા નિર્દેશ આપ્‍યો હતો. પ્રશાસકશ્રીએ વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટકાર્યાલયની આકસ્‍મિક મુલાકાત લીધી હોવાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતાં અધિકારીઓ, કર્મચારીઓ પણ સાબદા થયા હતા અને પ્રશાસકશ્રી પોતાના કાર્યાલયમાં પણ ક્‍યારેક આવી શકે એવી સંભાવના નિહાળતા થયા છે. જેના પરિણામે હવે કેટલાક સરકારી કાર્યાલયમાં ઠેર ઠેર જામતા કરોળિયાના જાળા, વેરવિખેર પડેલી ફાઈલો વગેરે સાફ અને સીધી કરવા પણ અધિકારીઓ-કર્મચારીઓ માનસિક રીતે સજાગ બન્‍યા છે.

Related posts

પ્રધાનમંત્રી-રાષ્‍ટ્રપતિના નિવાસસ્‍થાન સુધી પહોંચેલી દાનહની વારલી પેઈન્‍ટિંગ

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘જલ શક્‍તિ અભિયાન અંતર્ગત’ જલ સંચય જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં પ્રથમ વખત આયોજીત 68મી રાષ્‍ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટ 2024-25નું સમાપન

vartmanpravah

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment