તા.2 જૂન રવિવારે સવારે 9.30 થી બપોરે 3 વાગ્યાં સુધી વિતરણ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: જાહેર જનતાને જણાવાનું કે, વાપીમાં સૌ પ્રથમ વાર વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી સ્કૂલ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 200 પાનાની મોટી સિંગલ લાઈન ફૂલસ્કેપ બુક અને નોટબુકનું વિતરણ બજાર કિંમત કરતાં અંદાજિત 45 ટકાના રાહત દરે કરાશે. આ નોટ બુક અને મોટી ફૂલસકેપ બુકનું વિતરણ વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 02/06/2024 રવિવારના રોજ સવારે 9.30 કલાકથી લઈ બપોરે 3.00 વાગ્યા સુધી કરવામાં આવશે. જાહેર જનતાને ખાસ જણાવાનું કે, આ વિતરણ કરવામાં આવનારી નોટબુક અને ફુલસ્કેપ ખરેખર સારી ગુણવત્તા વાળી રહેશે જેની દરેકે ખાસ ચકાસણી કરી શકે છે અનેઆ નોટ બુક અને ફુલસ્કેપનો સ્ટોક મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે આ દરેક નોટબુક અને ફૂલસ્કેપનું વિતરણ કરવામાં આવશે.

