October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: આજે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો હતો. 5 મી સપ્‍ટેમ્‍બર 1962 થી ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણના જન્‍મદિવસને ભારતમાં ‘‘શિક્ષક દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ડૉ.સર્વપલ્લી રાધાકળષ્‍ણના જન્‍મદિન – શિક્ષક દિન નિમિત્તે આ શાળાના ઈન્‍ચાર્જ હેડ માસ્‍તર શ્રી હરખચંદ, સિનિયર શિક્ષકો શ્રી અશોક, શ્રી હિતેન, શ્રી ધર્મેન્‍દ્ર, શ્રી કિશોર તેમજ શ્રીમતિ કમળાબેન, શ્રીમતિ હેતલબેન, દીપાબેન તથા શારીરિક શિક્ષા શિક્ષક શ્રી નાનજી દ્વારા દીપ પ્રાગટય કર્યા બાદ ડૉ. સર્વપલ્લી રાધાકળષ્‍ણને પુષ્‍પ અર્પણ કરવામાં આવ્‍યા. ત્‍યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ડૉ.સર્વપલ્લી રાધાકળષ્‍ણના જીવન વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી. બાદમાં શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી નાનજી દ્વારા ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણના જીવન વિશે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી. શિક્ષક દિવસ નિમિત્તે શાળામાં વકતૃત્‍વ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા અને રંગોળી જેવી વિવિધ સ્‍પર્ધાઓ હાથ ધરવામાં આવી. આ સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધનજી, સુરેશ, ધર્મેશ, અમિત, નરસિંહ, નિલેશ, હિમાંશુ, સામજી તેમજ દર્શનાબેન, હીનાબેન, ગાયત્રીબેન તથા વિભૂતિબેન વગેરેએ સાથ સહકાર આપ્‍યોહતો.
—-

Related posts

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના ડુંગરી ફળીયા એકતાનગર વિસ્‍તારમાં ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટી વિકાસ ક્‍યારે પહોંચશે : સ્‍થાનિકોની

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

વલસાડ હનુમાન ભાગડાના મહિલા સરપંચ પાણી મામલે અન્ન, પાણીત્‍યાગ સાથે અનસન પર ઉતરી

vartmanpravah

Leave a Comment