
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.05: આજે શિક્ષક દિવસનાં પવિત્ર દિવસે દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા પ્રદેશ ભાજપ યુવા મોર્ચાનાં ઉપપ્રમુખ અને દીવ વોર્ડ નં.2 નાં નગરસેવક શ્રી ચિંતક આર. સોલંકીનાં નેતૃત્વ હેઠળ આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે દીવ જિલ્લાનાં ગૌરવ સમાન રાષ્ટ્રપતિ એવોર્ડ એક જ પરિવારની શિક્ષિકા બહેનો પ્રતિભાબેન સ્માર્ટ અને આરાધનાબેન સ્માર્ટનાં નિવાસ્થાને જઈ એમનું સન્માન કરી સામાજિક ઋણ અદા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમજ અન્ય રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સમ્માનિત શ્રી પ્રેમજીત બારીયા અને શ્રી મનસુખભાઈ ગૌસ્વામીને પણ મળી તેમની ઉત્કળષ્ટ શૈક્ષણિક સેવા બદલ કળતજ્ઞતા વ્યક્ત કરી હતી.

