October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

  • વર્ષોથી આદિવાસી ભવન ફક્‍ત એક પરિવારના તાબામાં રહેતાં સમસ્‍ત આદિવાસી સમુદાય લાભથી વંચિત રહ્યો હતો, હવે ‘એકલવ્‍ય ભવન’માં પ્રદેશના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનવાનું શરૂ થયેલું અભિયાન

  • એકલવ્‍ય એટલે જ્ઞાન, ત્‍યાગ, સમર્પણ અને સ્‍નેહના પ્રતિકનો સમન્‍વયઃ આદિવાસી સમુદાય પણ એકલવ્‍યને નજર સમક્ષ રાખી વિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રશાસન દ્વારા ‘એકલવ્‍ય ભવન’માં પિરસવામાં આવી રહેલા જ્ઞાનનો સરવાળો કરી પોતાની એક આત્‍મનિર્ભર છબી બનાવી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંચાલિત સેલવાસના ‘આદિવાસી ભવન’ને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘એકલવ્‍ય ભવન’નું નામકરણ કરવામાં આવ્‍યું છે. હવેથી સેલવાસ આદિવાસી ભવન ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે.
અત્રે યાદ રહે કે, આદિવાસી વિકાસ સંગઠનના તત્‍કાલિન સંચાલકોએ સેલવાસના ‘આદિવાસી ભવન’નો ઉપયોગ પોતાના પિતાની મિલકત તરીકે કરી સમગ્ર ભવન ઉપર કબ્‍જો જમાવ્‍યો હતો. પોતાના પરિવાર કે મિત્રોને છોડીને એક પણ આદિવાસી સમાજના વ્‍યક્‍તિને દુકાન કે ઓફિસ આપી નહીં હતી. એક પરિવારની ઈચ્‍છા પ્રમાણેઆદિવાસી ભવનનો વહીવટ ચાલતો હતો. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સરકાર દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલ જમીન ઉપર બનેલ ‘આદિવાસી ભવન’ પોતાના ઉદ્દેશથી વિરૂદ્ધ કાર્ય કરી રહ્યું હોવાની માહિતી અને ફરિયાદ મળતાં તેમણે પોતાના માધ્‍યમથી કરાવેલી તપાસમાં પણ સો ટકા સાચી ફરિયાદ હોવાનું પ્રતિત થતાં પ્રશાસકશ્રીએ તાત્‍કાલિક આદિવાસી વિકાસ સંગઠનના હોદ્દેદારોને બર્ખાસ્‍ત કરી વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશભાઈ પટેલની વરણી કરતો આદેશ જારી કર્યો હતો.
‘આદિવાસી ભવન’ને ‘એકલવ્‍ય ભવન’ના નવા નામકરણ સાથે આદિવાસીઓને આત્‍મનિર્ભર અને સ્‍પર્ધામાં ટકી શકે એવા નિષ્‍ણાત અભ્‍યાસુ બનાવવાના હેતુથી અહીં કોમ્‍પ્‍યુટર કોર્સ, સિલાઈ પ્રશિક્ષણ, બ્‍યુટી પાર્લર, પુરૂષ પાર્લરની સાથે સાથે સેલૂન પ્રશિક્ષણ, લાઈટ મોટર વ્‍હીકલ ચલાવવાનું પ્રશિક્ષણ, દ્વિચક્રી વાહનના સમારકામનું પ્રશિક્ષણ, સેલફોન રિપેરિંગ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું પ્રશિક્ષણ, પ્‍લમ્‍બિંગ, કડિયાકામ, કારપેન્‍ટરી(સુથારીકામ) વગેરેના પ્રશિક્ષણની વ્‍યવસ્‍થા પણ આદિવાસી સમુદાયના ભાઈ-બહેન માટે કરવામાં આવી છે.
એકલવ્‍યને હંમેશા જ્ઞાન, ત્‍યાગ, સમર્પણ અને સ્‍નેહના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. તેથી આદિવાસી સમુદાય પણ એકલવ્‍યને નજર સમક્ષ રાખીવિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રશાસન દ્વારા ‘એકલવ્‍ય ભવન’માં પિરસવામાં આવી રહેલા જ્ઞાનનો સરવાળો કરી પોતાની એક આત્‍મનિર્ભર છબી બનાવે એવી આશા રાખવામાં આવી રહી છે.

Related posts

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment