October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

દમણવાડા વિસ્‍તારના લોકોએ લાલુભાઈ પટેલને વિજેતા બનાવી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા આ બેઠક ભેટ આપવા બતાવેલો ઉત્‍સાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનો ડોર ટુ ડોર પ્રચાર અભિયાન આજે બીજા દિવસે દમણવાડા ગ્રામ પંચાયતમાં આગળ વધ્‍યો હતો. સવારે દમણવાડાના નવા જમ્‍પોરથી શરૂ થયેલ ડોર ટુ ડોર પ્રચારયાત્રા સાંજે 7:00 વાગ્‍યે બોરિયાતળાવ વિસ્‍તારમાં પૂર્ણ થઈ હતી.
દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલનું ઠેર ઠેર જુસ્‍સાપૂર્વક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. લોકોએ સ્‍વયંભૂ શ્રી લાલુભાઈ પટેલને વિજેતા બનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને વિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા આ બેઠક ભેટ આપવા આહ્‌વાન કર્યું હતું.
આજે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, સભ્‍ય અને દમણવાડા મંડળના પ્રમુખ શ્રી વિષ્‍ણુ બાબુ, શ્રી મહેન્‍દ્રભાઈ કામલી, પટલારાના પૂર્વ સરપંચ શ્રીવિજય પટેલ, કચીગામના પૂર્વ સરપંચ શ્રી અમ્રતભાઈ પટેલ, યુવા નેતા શ્રી વિકી ટંડેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન ટેલર, પટલારા વિભાગના પૂર્વ જિ.પં. સભ્‍ય શ્રી સતિષભાઈ ભંડારી સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો અને ટેકેદારો જોડાયા હતા.

Related posts

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment