July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સ્‍વામી વિવેકાનંદ કોલેજ રોણવેલ વલસાડમાં શિક્ષણ દિનની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.0પ: પમી સપ્‍ટેમ્‍બર 2022ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્‍વામી વિવેકાનંદ એમ.એસ.ડબલ્‍યુ. કોલેજ રોણવેલ, વલસાડમાં શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં માસ્‍ટર ઓફ સોશ્‍યલ વર્ક (એમ.એસ.ડબલ્‍યુ), ડિપ્‍લોમા ઈન હેલ્‍થ સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર (ડીએચએસઆઈ) તથા ડિપ્‍લોમા ઈન ફાયર સેક્‍ટી ઓફિસર (ડીએફએસ)ના વિદ્યાર્થીઓએ અલગ-અલગ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેમાં ગુરૂનું મહત્‍વ તથા શિક્ષક દિન કેમ ઉજવવો, આધુનિક શિક્ષણ, આધુનિક શિક્ષણ જગતમાં શિક્ષકની ભૂમિકા, ગુરૂ શિષ્‍યના સંબંધ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જીવન ચરિત્ર પરિચય, સમાજના ઘડતરમાં શિક્ષણનું પ્રદાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ વકતૃત્‍વ રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનુંઆયોજન કોલેજના પ્રોફેસર, આચાર્યશ્રી તથા વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

વાપી એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાં મહિલાના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો

vartmanpravah

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment