October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આજથી ચાર વર્ષ પહેલાંની કારમી 22 માર્ચની તવારીખ આજે વાપી સહિત વલસાડ જિલ્લામાં અણગમતી કોરોના લોકડાઉન જનતા કરફયુની આ તવારીખને લોકો ભૂલી શક્‍યા નથી એમ કહી શકાય કે તા.22મી માર્ચ કોરોનાની ચોથી વરસીની તારીખ છે.
વિશ્વ અને દેશએ પણ કલ્‍પના નહી કરી હોય તેવી કોરોનાની મહામારીમાં ભારત પણ સપડાઈ ચૂક્‍યું હતું. કોરોનાથી ઉભી થયેલ દયનીય સ્‍થિતિના સાક્ષી વાપી અને વલસાડ જિલ્લો બની ચુકેલો છે. સ્‍મશાન મડડા બાળવાની જગ્‍યા મળતી નહોતી, લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા તો હોસ્‍પિટલોમાં કોરોના દર્દીઓ માટેના બેડ ખુટી પડયા હતા. આ યાતના ઓછી હતી તેમાં એકમાત્ર સહારો દર્દી માટેના ઓક્‍સિજનનો તેના પણ બાટલા ખુટી પડયા હતા. ચારે તરફ લોકડાઉનનાં નજારો ઘરોમાં કેદ લોકો થઈ ચૂક્‍યા હતા. રોડ, રસ્‍તા, બજાર બંધ હાલતમાં બિહામણા લાગતા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સંનિષ્‍ઠ પ્રયાસો અને પ્રજાએ આપેલ સથવારા થકી કોરોનાની જીવલેણ વ્‍યાધીમાંથી દેશ મુક્‍ત થયો. આપણા વૈજ્ઞાનિકોએ કોરોનાની રસીની શોધ કરી કરોડોમાનવીઓને નવજીવનની ભેટ આપી હતી. તેવી 22મી માર્ચની તવારીખ જ દેશના ઈતિહાસમાં લખાયેલી કોરોનાની સ્‍મૃતિ સહેજે તાજી થઈ હતી.

Related posts

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

દાનહઃ આમલી 66કેવી રોડ પર ટેમ્‍પો સાથે ટકરાયેલી કારના ચાલકને ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

Leave a Comment