Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

નવનિર્મિત થનાર ચીખલી બસ સ્‍ટેશનમાં બેબી ફિડીંગ રૂમ, વિકલાંગ વ્‍યક્‍તિ માટે સ્‍પેશ્‍યલ પ્રકારના શૌચાલય જેવી પ્રજાલક્ષી સુવિધા બનાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ દ્વારા ચીખલી ખાતે નવનિર્મિત થનાર એસ.ટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત આજરોજ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ચીખલીનું એસ.ટી બસ સ્‍ટેશન રૂ. 304 લાખના ખર્ચે નવનિર્મિત થશે. આ અવસરે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં રૂા. 374 લાખના ખર્ચે નવનિર્માણ થનાર બસ ડેપોનું ઈ-ખાતમુહૂર્ત તકતીનુ અનાવરણ મંત્રીશ્રી અને મહાનુભાવો હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, રાજય સરકારે -પ્રલક્ષી સુવિધાઓને પ્રાધાન્‍ય આપ્‍યું છે. આજે રાજ્‍યના ગામડાઓ અને વસ્‍તીને બસ સર્વિસની સુવિધા આપવામાં આવે છે. મધ્‍યમ અને ગરીબપરિવારોને સુવિધાજનક ટ્રાન્‍સપોર્ટ સુવિધા આપવા માટે રાજય સરકાર હર હમેશ કટિબદ્ધ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે ગુજરાતના આદિવાસી વિસ્‍તારના ચીખલી અને સોનગઢના બસ સ્‍ટેશનનું નવીનીકરણના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે જે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. એસ.ટી.નિગમનો ઉદ્દેશ્‍ય ઉત્તમપરિવહન સેવા પૂરી પાડવાનો છે જેમાં લોકોને પ્રજાલક્ષી સવલતોનું ખાસ ધ્‍યાન રાખવામાં આવી રહયું છે.
ચીખલી ખાતે જમીનનો વિસ્‍તાર 9218 ચોરસ મીટર જ્‍યારે બાંધકામ વિસ્‍તાર 1762 ચો.મી. રૂા.304 લાખ નવનિર્મિત થનાર એસ.ટી ડેપોમાં 12 પ્‍લેટ ફોર્મ બનશે. તેમજ સાઉન્‍ડ સિસ્‍ટમ, મુસાફરો માટે બેઠક વ્‍યવસ્‍થા સાથેનો વેઇટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલ, ટિકિટ રીઝર્વેશન અને પાસ રૂમ, સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ ઓફિસ, ઉપહાર ગૃહ, બેબી ફીડિંગ રૂમ, સ્‍ટોલ-4, પાર્સલ રૂમ, વોટર રૂમ, શૌચાલય, પેવર બ્‍લોક ફલોરીંગ અને સરકયુલેશન વિસ્‍તારમાં આર.સી.સી ફલોરીંગ કંડકટર અને ડ્રાઈવર કર્મચારી માટે ટેસ્‍ટ રૂમ એટેચડ ટોઈલેટ ઉપરાંત વિકલાંગ વ્‍યક્‍તિઓ માટે સ્‍પેશ્‍યલ પ્રકારના શૌચાલય તથા સ્‍લોપિંગ રેમ્‍પની સુવિધા બનાવવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના વલસાડ વિભાગના નિયામકશ્રી શ્રીવિકલ્‍પ શર્માએ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું.
આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્‍પનાબહેન ગાવીત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમિતાબહેન પટેલ, જિલ્લા સંગઠન મંત્રીશ્રી ભુરાભાઈ શાહ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ચીખલી-પ્રાંત અધિકારી શ્રી અમિત ચોધરી સહિત મોટી સંખ્‍યામાં નગરજનો અને એસ.ટીના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

Leave a Comment