(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.0પ: પમી સપ્ટેમ્બર 2022ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્વામી વિવેકાનંદ એમ.એસ.ડબલ્યુ. કોલેજ રોણવેલ, વલસાડમાં શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (એમ.એસ.ડબલ્યુ), ડિપ્લોમા ઈન હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર (ડીએચએસઆઈ) તથા ડિપ્લોમા ઈન ફાયર સેક્ટી ઓફિસર (ડીએફએસ)ના વિદ્યાર્થીઓએ અલગ-અલગ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેમાં ગુરૂનું મહત્વ તથા શિક્ષક દિન કેમ ઉજવવો, આધુનિક શિક્ષણ, આધુનિક શિક્ષણ જગતમાં શિક્ષકની ભૂમિકા, ગુરૂ શિષ્યના સંબંધ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન ચરિત્ર પરિચય, સમાજના ઘડતરમાં શિક્ષણનું પ્રદાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ વકતૃત્વ રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનુંઆયોજન કોલેજના પ્રોફેસર, આચાર્યશ્રી તથા વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.