Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

રોટરી કલબ દ્વારા વકતૃત્વ સ્પર્ધા, સોલો સિંગિંગ, ક્વિઝ, ગૃપ સિંગીંગ, અંતાક્ષરી, ઓન ધ સ્પોટ સ્ટોરી ટેલિંગ, સોલો ડાન્સ અને ગૃપ ડાન્સ સ્પર્ધા યોજાઈ

પ્રથમ ક્રમે અતુલ વિદ્યાલય, બીજા ક્રમે વલ્લભાશ્રમ મેઈન કેમ્પસ અને ત્રીજા ક્રમે વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.07: સામાન્ય રીતે શિક્ષકો બાળકોને વિવિધ હરીફાઈઓ માટે તૈયાર કરતા હોય છે પરંતુ શિક્ષકોને હરીફાઈમાં ભાગ લેવાનો લ્હાવો મળતો નથી. જેથી રોટરી ક્લબ ઓફ વલસાડની ટીમ દ્વારા વિવિધ 8 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધા, સોલો સિંગિંગ, ક્વિઝ, ગૃપ સિંગીંગ, અંતાક્ષરી, ઓન ધ સ્પોટ સ્ટોરી ટેલિંગ, સોલો ડાન્સ અને ગૃપ ડાન્સ જેવી સ્પર્ધાઓમાં કુલ 350થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા છેલ્લા 5 વર્ષથી વલસાડ અને નવસારી જિલ્લાની શાળા કોલેજોના શિક્ષકો માટે ટીચર ટેલેન્ટ સર્ચ યોજવામાં આવે છે. વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આયોજિત ટીચર ટેલેન્ટ સર્ચમાં વિવિધ 61 શાળા અને કોલેજોમાંથી આવેલા શિક્ષકો માટે જમવાની વ્યવસ્થા અને રિટર્ન ગિફ્ટ રોટરી ક્લબ વલસાડ તરફથી મળી રહે તે માટે પ્રોજેક્ટ ચેર રો. દીપેશ શાહ, રો. મનોજ જૈન અને રો. હિતેશ પટેલ દ્વારા મેહનત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત રોટરી વલસાડના પ્રમુખ રો. સ્વાતિ શાહ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ બધા કો- ઓર્ડીનેટર દ્વારા દરેક હરીફાઈને નિષ્પક્ષ રીતે કરવામાં આવી હતી. જજ તરીકે રોટરી સભ્યો અને સુરતથી આમંત્રિત પ્રોફેશનલ જજ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યા હતા. અંતે બેસ્ટ સ્કૂલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે અતુલ વિદ્યાલય, બીજા નંબરે વલ્લભાશ્રમ મેઈન કેમ્પસ અને ત્રીજા ક્રમે વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ વિજેતા રહી હતી.
આ સમગ્ર ઇવેન્ટમાં મુખ્ય દાતા તરીકે પારુલ યુનિવર્સિટી, Doms સ્ટેશનરી, યાહી પ્રોડક્શન, કોફી કલ્ચર, સાઈઝ ઝીરો, પેંટેલ બોલપેન, બિગ પ્લાસ્ટિક રહ્યા હતા. તેઓના સહકારથી દરેક શિક્ષકોને રિટર્ન ગિફ્ટ અને એવોર્ડ આપવામાં આવ્યા હતા. અંતે આભારવિધિ માનદ મંત્રી રો. નિરાલી ગજ્જરે કરી હતી.

Related posts

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

Leave a Comment