July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.27: સ્‍વ. શ્રી ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ પોપટલાલ ગુટકા અને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ચુનીલાલ ગુટકા તરફથી મંગળવાર, તા.27-08-2024ના રોજ વિરાર થી વાપીના રહેવાસીઓ માટે માત્ર 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે તદ્‌ન નિઃશુલ્‍ક/નિસ્‍વાર્થ ભાવે એક દિવસીય યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.
આ યાત્રા પ્રવાસ નેરૂલ-લોનાવાલા જશે. બસ મુંબઈથી સવારે 6 કલાકે ઉપડશે અને લોનાવાલાથી રાત્રે 8 વાગ્‍યે પરત ફરશે. સવારે નવકારશી, બપોરે ભોજન તેમજ સાંજે ચા-કોફી, ચોવિહાર, એકાસણા, બિયાસણા, આયંબિલ, વર્ષીતપની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સંપૂર્ણ દિવસ મિનરલ વોટર આપવામાં આવશે. માત્ર એક જ બસ છે તેથી બુકીંગ વહેલા તે પહેલાના ધોરણેકરવામાં આવશે.
અત્રે ખાસ નોંધનીય છે કે, યાત્રા દરમિયાન લોનાવાલાની ગૌશાળામાં લઈ જવામાં આવશે. બસમાં ચઢવા-ઉતરવા માટે નાના દાદરની વ્‍યવસ્‍થા રાખેલ છે, બપોરે જમ્‍યા પછી એક કલાક આરામ કરવાનું રહેશે. સંઘપૂજન કરવામાં આવશે. જેમણે પણ સેવા-પૂજા કરવી હોય તેઓએ પૂજાના કપડા સાથે રાખવા નમ્ર વિનંતી છે. (ફક્‍ત એક જ જગ્‍યાએ સેવા-પૂજા કરવાની રહેશે.) એક વાર નામ લખાવ્‍યા પછી કેન્‍સલ ન કરવા વિનંતી છે. બુકિંગ માટે કૃપા કરીને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ગુટકા- પ્રભાદેવી +91 7304472581 નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

vartmanpravah

Leave a Comment