વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી વડીયાવાડ, જીતુભાઇની ચાલ, રૂમ નં.૧૦ ખાતે રહેતા અને મૂળ રહેવાસી સથયુ, પો.જમોલી, થાના-રાજપુર, તા.જિ.બકસર(બિહાર)ના રામજશસિંહ જગ્ગી સિંહ તા.૧૦/૫/૨૦૨૨ના રોજ સવારે ૭-૧૫થી ૧૦-૦૦ કલાક દરમિયાન છીરી વડિયાવાડ ખાતેથી તેમની છોકરી સીમાદેવીના રૂમ ઉપર જાઉં છું તેમ કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૭૭ વર્ષ, ઊંચાઇ ૫.૩ ફૂટ, રંગે શ્યામવર્ણ, પાતળો બાંધો, શરીરે સફેદ કલરની હાફ બાંયની ટી-શર્ટ તથા કમરમાં બ્લ્યુ કલરની ચોકડીવાળી લુંગી તથા ગળામાં લાલ રંગનો ગમછો પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ હળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.