August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

રાજ્‍ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની ભરતી માટે જિલ્લાની 10 શાળામાં 2448 ઉમેદવારો પરીક્ષા આપશે

કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવણી અર્થે આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા રાજ્‍ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની જગ્‍યા પર ભરતી માટે તા.22 ડિસેમ્‍બર 2024ના રોજ પરીક્ષા લેવાનાર હોવાથી જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં રવિવારે તા.22 ડિસે.ના રોજ 10 શાળાના 102 વર્ગખંડમાં કુલ 2448 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવણી અર્થે બેઠકદરમિયાન કલેકટરશ્રીએ સૂચના આપી હતી. જેમાં ખાસ કરીને પરીક્ષા કેન્‍દ્રોના 100 મીટર ત્રિજ્‍યાના વિસ્‍તારમાં ઝેરોક્ષ કોપી સેન્‍ટર બંધ રાખવાના રહેશે. પરીક્ષા કેન્‍દ્રની આજુબાજુ બિનજરૂરી ટોળા ભેગા ન થાય, કોઈ અનઅધિકળત વ્‍યક્‍તિ પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશે નહી, પરીક્ષા કેન્‍દ્રમાં પરીક્ષા ચાલતી હોય તે સમયે પરીક્ષાને લગતી અનઅધિકળત લેખના સામગ્રી પરીક્ષા કેન્‍દ્રમાં લઈ ન જાય તે અંગે સૂચના આપી હતી. પરીક્ષાના આગલા દિવસે તા.21 ડિસે.ના રોજ બેઠક વ્‍યવસ્‍થા આખરી કરવાની રહેશે. દરેક બ્‍લોકમાં 24 ઉમેદવારો બેસશે.
પરીક્ષા સવારે 11 થી 1 વાગ્‍યા સુધી લેવાશે. જેથી પરીક્ષાના પેપરના 30 મીનિટ પહેલા એટલે કે 10-30 કલાકે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. 10-50 પછી કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહી. આ સિવાય પ્રવેશપત્ર ન હોય તેવા ઉમેદવારોને પણ પ્રવેશ મળશે નહી.
બેઠક દરમિયાન આયોગ ભવન ગાંધીનગરથી જિલ્લાના તમામ કેન્‍દ્રોના પ્રશ્નપત્ર વિતરણ મેળવવા માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની આયોગના નિરીક્ષક તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયાની નિમણૂક કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્‍હાં, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ, શિક્ષણ નિરિક્ષક બીપીન પટેલ, જિલ્લા પુરવઠાઅધિકારી દિપક બારીયા, જિલ્લા તિજોરી અધિકારી અતુલ ધોરાજીયા, વીજ કંપનીમાંથી આર.એન.નાયકા, આરોગ્‍ય ખાતામાંથી યોગેશ પટેલ અને પોલીસ વિભાગમાંથી તેજસ દેસાઈ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

Leave a Comment