June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: નાની દમણનાખારીવાડી, લવલી વાઈન શોપની સામે એક અંદાજીત 50 થી 55 વર્ષની વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં હોવાની પોલીસને ખબર મળી હતી જેને પોલીસે મરવડ હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્‍યાંના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા લાશને મરવડ હોસ્‍પિટલના શબ ઘરમાં રાખવામાં આવેલ હોવાની જાણકારી પોલીસે આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.08-09-2022ના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં જાણકારી મળી હતી કે, ખારીવાડ, લવલી વાઈન શોપની સામે અંદાજીત 50 થી 55 વર્ષની એક વ્‍યક્‍તિ બેભાન અવસ્‍થામાં પડી છે. જેની સારવાર માટે સરકાર હોસ્‍પિટલ, મરવડ નાની દમણ મોકલી દેવાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે અજાણી વ્‍યક્‍તિને મૃત જાહેર કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે મૃતકની લાશને સરકારી હોસ્‍પિટલ, મરવડના શબ ઘરમાં રાખવામાં આવેલ છે. જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
આ મૃતકની ઊંચાઈ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધાના અને શરીર ઉપર બ્‍લુ તથા સફેદ રંગનો શર્ટ અને કોફી રંગની પેન્‍ટ પહેરેલ છે. આ મૃત વ્‍યક્‍તિના વાલી-વારસો, સગાં-સંબંધીઓને અજાણ મૃતક વ્‍યક્‍તિની ઓળખ કરીને નાની દમણ પોલીસ સ્‍ટેશનના લેન્‍ડ લાઈન નં.(0260) 2254999, (0260)2250105 અને દમણ પોલીસ કંટ્રોલ રૂમ (0260)2220102 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment