Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાદરા નગર હવેલીના દાદરા ગામે સાંઈ કોમ્‍પ્‍લેક્ષમાં એક યુવતીએ અગમ્‍ય કારણસર પોતાના ઘરમાં જ ફાંસો લગાવી આત્‍મહત્‍યા હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર અર્પિતા લલિત વ્‍યાસ (ઉ.વ.21) રહેવાસી સાંઈ કોમ્‍પ્‍લેક્ષ દાદરા જે પોતાના પરિવાર સાથે રહે છે એના પિતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. જે સવારે સ્‍કૂલની વર્દી માટે નીકળી ગયા હતા અને એની માતા પણ અર્પિતાના ભાઈ બહેનને સ્‍કૂલમાં મુકવા ગઈ હતી. તે સમયે અગમ્‍ય કારણસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી એના પિતા જ્‍યારે ઘરે પરત આવ્‍યા ત્‍યારે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો તેઓએ તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ શશિ સિંગ અને એમની ટીમ પહોંચી હતી અને દરવાજો તોડીને અંદર જોતા યુવતી ગળે ફાસો ખાધેલી અવસ્‍થામાં જોવા મળી હતી.
પોલીસના જણાવ્‍યા અનુસાર અર્પિતાએ એક વર્ષ પહેલાં પણ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટ મોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટના અંગે દાદરાપોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

vartmanpravah

Leave a Comment