December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીજન કાઉન્‍સિલ દ્વારા સિનિયર સિટીજન ડેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવકા સ્‍થિત હોટલ દરિયા દર્શનમાં તા.1લી ઓક્‍ટોબર ર0ર1ના રોજ 3.00 વાગ્‍યે દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીજન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીજન ડે’ ની ઉજવણી કરવાનું આયોજન કરવામાંઆવ્‍યું છે.
આ અવસરે દમણ સિનિયર સિટીજન કાઉન્‍સિલના ચેરમેન શ્રી ચંદ્રકાંત એચ.દલાલ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. તેમજ દમણ જય જલારામ મંદિર ટ્રસ્‍ટના એક્ષ ટ્રસ્‍ટી અને પ્રમુખ લા. શ્રી નરેન્‍દ્રકુમાર સી. ફેટા મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે. બી.એડ કોલેજના પ્રોફેસર ડો. સંજયભાઈ એમ. પટેલ કી-નોટ સ્‍પીકર તરીકે ઉપસ્‍થિત રહેવાના હોવાનું જણાવવામાં આવ્‍યું છે.
આ ઉપરાંત કાર્યક્રમમાં દમણ સિનીયર સિટીજન કાઉન્‍સિલના ચેરમેન શ્રી સી.એચ.દલાલ, પ્રમુખ શ્રી લા. વિજયભાઈ સોમા, પ્રોગ્રામ ચેરમેન લા. કાંતિ ડાંગી ઉપસ્‍થિત રહેશે.

Related posts

વાપી ગુંજનમાં રખડતા જાનવરોએ જાહેર રોડ ઉપર રેસ લગાવતા ભયનો માહોલ છવાયો

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment