April 29, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ દ્વારા યોજાયેલ ‘આર્ટ એક્‍ઝિબિશન’માં ભારતના નામાંકિત ચિત્રકારોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની તાજઆર્ટ ગેલેરીમાં યોજાયો હતો. તા.15 થી 18 ડિસેમ્‍બર દરમિયાન યોજાયેલ આ આર્ટ ફેસ્‍ટીવલમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયા કૃતિઓએ આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રૂપ રહી હતી.
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની હોટલ તાજની તાજ આર્ટ ગેલેરીમાં યોજાયો હતો. આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભારતભરના પ્રસિધ્‍ધ ચિત્રકારોએ ભાગ લીધો હતો. વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાએ પણ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્‍યું હતું તેથી તેમણે પણ પોતાની ઉત્‍કૃષ્‍ટ કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી. જે આકર્ષક રૂપ નિવડી હતી. આર્ટ પ્રદર્શનમાં બોલીવુડ સ્‍ટાર જીમી સેરેગીલ અને તેમના પિતા સત્‍યજીત સેરગીલ જેવા મહાનુભાવો સહિત સેંકડો કલા પ્રેમીઓએ આર્ટ ફેસ્‍ટીવલની મુલાકાત લીધી હતી.

Related posts

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્‍તે ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

vartmanpravah

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

vartmanpravah

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment