Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

  • નવયુવાન અને શિક્ષિત ઉમેદવાર તરીકે મહેશ ધોડીની કરેલી પસંદગીથી કોંગ્રેસે દાનહમાં એક જ ઝાટકે સાધેલા અનેક નિશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી મહેશભાઈ ધોડીએ પોતાની ઉમેદવારી કરી હતી.
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્‍યામાં કોંગ્રેસીઓની ઉપસ્‍થિતિ દેખાઈ હતી. દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નવયુવાન અને શિક્ષિત શ્રી મહેશભાઈ ધોડીની પસંદગી કરી કોંગ્રેસે એક જ ઝાટકે અનેક નિશાન સાધી લીધા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ દાનહ લોકસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ પ્રચંડ બહુમતિથી વિજેતા બનશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, દેશમાં વધેલી મોંઘવારીથી લોકો ત્રાસી ચુક્‍યા છે અને પ્રદેશમાં લોકો શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ ઈચ્‍છતા હોવાથી કોંગ્રેસને મત આપશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment