October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

દમણ જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્રઃ મોટી દમણની શાળાઓમાં ધોરણ 11 અને 12 માટે વિજ્ઞાન પ્રવાહના વર્ગ શરૂ કરવાથી લઈ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આદિવાસીઓને પોતાના ઘર બનાવવા માટે જમીન એન.એ.ના નિયમોમાંથી મુક્‍તિ અપાવવા કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે ‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી નિકળેલી પદયાત્રામાં મોટી સંખ્‍યામાં દમણ જિલ્લાના આદિવાસી સમુદાયે ભાગ લીધો હતો.
પગપાળા રેલી કલેક્‍ટરાલયમાં આવી જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર પણ આપ્‍યું હતું. ત્‍યારબાદ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય અને આદિવાસી નેતા શ્રી દિનેશભાઈ ધોડીના હસ્‍તે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.


જિલ્લા કલેક્‍ટરને આપેલા આવેદનપત્રમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે મોટી દમણ વિસ્‍તારમાં આવેલી શાળાઓમાં ધોરણ 11 અને 12 માટે વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા, મોટી દમણ ઝરી ગામની જર્જરિત આંગણવાડીનામકાનનું નવીનિકરણ કરવા, મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ આદિવાસી સંસ્‍કૃતિ ભવનમાં સેલ્‍ફ હેલ્‍પ ગૃપની બહેનો માટે વિવિધ વ્‍યવસાયોની તાલીમ તથા આદિવાસી બાળકો માટે ટયૂશન ક્‍લાસ શરૂ કરવા બે વર્ગખંડોની ફાળવણી કરવા, મુખ્‍યત્‍વે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પોતાના રહેવાના ઘરના બાંધકામ માટે જમીન એન.એ. કરવાના નિયમોમાંથી મુક્‍તિ અપાવવા, દમણ-દીવ અને દાનહમાં બી, સી અને ડી વર્ગની સરકારી નોકરીની ખાલી બેઠકોમાં એસ.ટી. અનામત બેઠકો સ્‍થાનિક એસ.ટી.ના ઉમેદવારોથી જ ભરવા તથા ઘણાં વર્ષોથી જાહેર બાંધકામ વિભાગ દ્વારા લગાવવામાં આવેલ નળમાં પાણી નહીં આવવા છતાં મોટા મોટા આવેલા બિલો રદ્‌ કરી નવેસરથી બિલ શરૂ કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડી, ધોડીયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોડી, હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, વારલી સમાજના પ્રમુખ શ્રી રવુભાઈ વારલી, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, મરવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ, શ્રી ભાવિકભાઈ હળપતિ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment