Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

ચલણી નોટો સાઈઝની કાગળની ગડ્ડી, મોબાઈલ, એટીએમ કાર્ડ, અને રોકડ મળી 2,20,870 નો મુર્દામાલ જપ્ત કરી એક મહિલા સહિત ચારની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: 2024 માં આવી રહેલ લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્‍યમાં પોલીસ બદલીઓ થતા પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાની જગ્‍યાએ અમદાવાદથી જી.આર. ગઢવીએ પી.આઈ. તરીકે ચાર્જ સાંભળ્‍યો હતો. પોતાની કામ કરવાની કુશળતા અને જલ્‍દીથી પારડી વિસ્‍તારને સમજી એમણે ચાર્જ સંભાળતા જ અહીના મુખ્‍ય કહી શકાય એવા પ્રોહિબિશનના કેસો, છેલ્લા કેટલાં સમયથી ગુમ થયેલાને શોધી કાઢવાના કેસો, ચોરીના કેસો ઉપરાંત મોટા કહી શકાય એવા મુથથું ગેંગ કે જેઓ બેંકો તથા અન્‍ય જગ્‍યાએ ઊભા રહી મહિલાઓ, વૃદ્ધો અને બેંકમાં વ્‍યવહાર માટે જતા સિનિયર સિટીઝનને પોતાની પાસે રહેલા ડુપ્‍લીકેટ નોટોના બંડલ પધરાવી છેતરપીડી કરતી ગેંગને ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાની સૂચના અને પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. જી.આર.ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ સ્‍ટેશનનાપોલીસ સ્‍ટાફ એ.એસ.આઈ. ચંદુ સુરપાલ ભરતસિંહ માનસિંહ, રણજીતસિંહ ખુમાનસિંહ, નરેન્‍દ્રસિંહ કર્ણાજી ઈન્‍દ્રજીત મધુભા, કાનજી નારણ વિગેરેનાઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ઉદવાડા ખાતે બ્રિજની નીચે એક સિલ્‍વર કલરની મારુતિ અલ્‍ટો કાર નંબર એમએચ 02 એએલ 2855 ઊભેલી હોય અને ડ્રાઇવિંગ સીટ પર એક વ્‍યક્‍તિ પાછળની સીટ પર એક મહિલા અને અન્‍ય બે વ્‍યક્‍તિઓ શંકાસ્‍પદ રીતે બહાર ઉભેલા હોય પેટ્રોલિંગમાં નીકળેલ પારડી પોલીસ શંકાના આધારે તેઓની પૂછપરછ દરમિયાન કોઈ સંતોષકારક જવાબ આપી ન શકતા તેઓને પારડી પોલીસ સ્‍ટેશન લાવી પૂછપરછ દરમિયાન અલ્‍ટો ગાડીમાંથી 500 રૂપિયાની નોટના સાઈઝના કાગળના બંડલો, ચલણી નોટો, શર્ટ, ઈયર ફોન, ડિસમિસ, મોબાઈલ, એટીએમ કાર્ડ, આઈકાર્ડ પર અને રોકડા રૂપિયા 2,20,870 વગેરે મળી આવ્‍યા હતા.
મુથથું ગેંગ જેવી ખતરનાક ગેંગ સાથે આ ચારેય સંકળાયેલા હોય અને અગાઉ 1. વિશાલ ઉર્ફે વિશુ રમેશભાઈ રાજભર ઉ.વ.20 રહે.મોગરાવાડ, ઋષિકેશ એપાર્ટમેન્‍ટ વલસાડ. મૂળ રહે.મીરા રોડ ભાયંદર, મહારાષ્‍ટ્ર અને ગુજરાતમાં 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોય, 2. રાજા રમેશ રાજભર ઉંમર વર્ષ 22 રહે મીરા રોડ જેવો ગુજરાતમાં ત્રણ જેટલા ગુનાઓમાં સંડાવેલા હોય 3. આકાશસુશીલનાથ મંડલ ઉંમર વર્ષ 22 રહે.મીરા રોડ જેવો 7 જેટલા ગુનાઓમાં ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં સંડોવાયેલા હોય 4. સુનિતા રમેશ રાજભર ઉ.વ. 40, રહે. વલસાડ ઋષિકેશ એપાર્ટમેન્‍ટ જેવો 5 જેટલા ગુનાઓમાં ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં સંડોવાયેલા હોય તેઓ ના પર ગુનાઓ નોંધાય ચૂકયા છે.
આ તમામ બાબતો ધ્‍યાને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવી પોતે ફરિયાદી બની આ ગેંગ કોઈ અન્‍ય ગુનાને અંજામ આપવાની છે કે કેમ, બેંકમાં આવતા ગ્રાહકોને છેતરવાના તમામ સાધનો એમની પાસેથી મળી આવ્‍યા હોય તેઓનો અગાઉ કઈ બેન્‍ક નો ટાર્ગેટ તથા તેઓની સાથે અન્‍ય કોઈ સામેલ છે કે કેમ જેવા અનેક પ્રકારના સવાલોના જવાબો પોલીસે મેળવવાના હોય 401/31 મુજબ ગુનો નોંધી પી.આઈ. પોતે ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah

Leave a Comment