October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકા સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા હક અને અધિકાર માટે મામલતદારને આવેદન આપી રાજ્‍યપાલનુ દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: બહુદા આદિવાસી વિસ્‍તાર ધરાવતા ઉમરગામ તાલુકામાં રાજ્‍ય સરકારની આદિવાસી વિરુદ્ધ નીતિઓને કારણે હક અને અધિકારથી વંચિત રહેલા આદિવાસીઓએ આજરોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સરકારશ્રીનું ધ્‍યાન દોરવા એક રેલીનું આયોજન કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્‍યું હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રી મિતેશભાઈ પટેલ અને એડવોકેટ શ્રી ધર્મેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મોટી સંખ્‍યામાં આદિવાસી યુવાનો અને મહિલાઓ એકત્રિત થઈ પોતાના અધિકાર માટે અવાજ બુલંદ કર્યો હતો. પોતાના હક અને અધિકારની માંગણી કરતા આદિવાસીઓએ ભારતીય બંધારણની અનુસૂચિત પાંચ હેઠળની જોગવાઈઓ તેમજ પૈસા પંચાયત ટુ ધ સીડ્‍યુલ એરીયા એક્‍ટ 1996 અધિનિયમ મુજબ આદિવાસીઓના હિતમાંઅને રક્ષણ માટે કરેલી જોગવાઈઓનુ નિયમનો અમલ કરાવવા સરકાર પાસે માંગણી કરી હતી. આ ઉપરાંત સરકારમાં ખાલી પડેલી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિઓને 15 ટકા સુનિヘતિ કરવા, ગણોતધારાની નિયંત્રણ સત્તા પ્રકારની 73એએ ની જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓ સામે શિક્ષાત્‍મક પગલાં ભરી આદિવાસીઓને રક્ષણ આપવું, કુપોષિત બાળકોને સુવિધા પૂરી પાડવી તેમજ માત્ર આદિવાસી શબ્‍દોનો ઉપયોગ કરવો અને વનબંધુ કે વનવાસી શબ્‍દ ઉપર પ્રતિબંધ મૂકવો વગેરે અગત્‍યના મુદ્દામાં આવરી લઈ મોટી સંખ્‍યામાં એકત્રિત થયેલા આદિવાસી યુવાન અને બહેનોએ મામલતદારને આવેદનપત્ર આપી રાજ્‍ય સરકાર અને રાજ્‍યપાલનું ધ્‍યાન દોર્યું હતું. આ રેલી ઉમરગામ ટાઉન અક્રરા મારુતિથી સવારના 11:00 કલાકે પ્રારંભ થઈ હતી અને પગપાળા રૂપે મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રેલીમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૂચક ગેરહાજરીની નોંધ આદિવાસીઓ દ્વારા લેવામાં આવી હતી.

Related posts

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેક્‍નોલોજી પ્રદર્શનમાં ઝળકયા

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment