(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ- વાપીમાં તારીખ-26/10/2024 શનિવારના રોજ દિવાળી પર્વ નિમિતે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગોળી સ્પર્ધા અને દીવા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનં સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આયોજન કો-ઓર્ડીનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંહ અનેશ્રીમતી જ્યોતિ પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ભરતીય સંસ્કળતિ વિશે સમજ અને જ્ઞાન આપવાનું અને તહેવારોનું મહત્વ શું છે? અને તે શા માટે ઉજવવામાં આવે છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવાની હતી. જેમાં રંગોળી સ્પર્ધા અને દીવા ડેકોરેશન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના સહજાનંદ મેગેઝીનના સંપાદક શ્રીમતી કિંજલ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિયંકા મૈસુરિયા, આસીસ્ટન્ટ પ્રોફેસર હર્ષ લાડ, અને શ્રીમતી સોનલ ઠાકોર રહ્યા હતા. જેમાં રંગોળી સ્પર્ધામાં આદિતી પટેલ અને નિકિતા સિંગ પ્રથમ ક્રમે, લીઝા ટંડેલ, મૈત્રી રાઠોડ, હેમાંગીની પરમાર અને જીયા બરોડિયા બીજા ક્રમે, સિધ્ધિ દેસાઈ, તમન્ના સિંગ, અમાન ચૌધરી, આર્યન સિંગ ત્રીજા ક્રમે રહ્યા હતા. દીવા ડેકોરેશન સ્પર્ધામાં જીનલ મેહતા પ્રથમ ક્રમે, નકુલ પટેલ બીજા ક્રમે અને મહેક ઉપાધ્યાય ત્રીજા ક્રમે રહ્યા હતા.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય,આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
