Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

  • ભાજપના ત્રણ પદાધિકારીઓએ આપેલા રાજીનામા

    રાજીનામા આપનારા ત્રણ પદાધિકારીઓ પૈકી બે વર્તમાન કાઉન્‍સિલરઃ ન.પા.ના કાઉન્‍સિલર પદેથી પણ રાજીનામું આપવા થઈ રહેલી માંગણી

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

    સેલવાસ, તા.26 : સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીના મુદ્દે ઉભા થયેલા અસંતોષમાં સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી હિતેશભાઈ જે. પટેલ અને શ્રી મનોજભાઈ આર. દયાતે અનુક્રમે ભાજપ મંડળ-1 શહેરના અધ્‍યક્ષ પદથી અને સેલવાસ જિલ્લા શહેર અનુસૂચિત જનજાતિ મોર્ચાના અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જ્‍યારે પૂર્વ કાઉન્‍સિલર શ્રી નિલેશ માહ્યાવંશીએ પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ પદેથી રાજીનામું આપ્‍યું છે અને ત્રણેય ભાજપના પદાધિકારીઓએ પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રીદીપેશભાઈ ટંડેલ તથા સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ મહામંત્રીને પણ સુપ્રત કર્યો છે.
    દાદરા નગર હવેલીમાં શરૂ થયેલી ચર્ચા પ્રમાણે આ ભાજપના પદાધિકારીઓએ કાઉન્‍સિલર પદેથી રાજીનામું આપવાની પણ હિંમત કરવી જરૂરી હતી. હવે પોતાના રાજીનામા પત્રમાં ફક્‍ત અંગત કારણોથી પદ છોડી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ પદાધિકારીઓની બાબતમાં ભાજપ હાઈકમાન્‍ડ કેવો નિર્ણય લે તેના ઉપર તમામની મીટ મંડાયેલી છે.

Related posts

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

વલસાડમાં ને.હા.56 જમીન સંપાદન વિરોધમાં અસરગ્રસ્‍ત ખેડૂતો અને આગેવાનોએ કલેક્‍ટરને આવેદન આપ્‍યુ

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

Leave a Comment