October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

સતત 14 વર્ષથી રમાતી અને સરીગામના ક્રિકેટ રસિયા તેમજ યુવાનોમાં આકર્ષણનું કેન્‍દ્ર બનેલી ટુર્નામેન્‍ટમાં જોલી ઈલેવન વિજેતા અને રેહાન ઈલેવન ઉપવિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: સરીગામના યુવાનોમાં એકતા અને મિત્રતા ભર્યું વાતાવરણ બની રહે એવા ઉદ્દેશથી રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા સતત 14 વર્ષથી સરીગામ પ્રીમિયર લીગના નામથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવે છે. યુવાનો અને ક્રિકેટ રમતા ખેલાડીઓમાં આ ટુર્નામેન્‍ટ પ્રત્‍યે ભારે આકર્ષણ રહેતા ઉત્‍સાહપૂર્વક મેદાનમાં રમતનું પ્રદર્શન કરે છે. આ વર્ષે સરીગામના અગ્રણીઓ શ્રી દિપકભાઈ એલ મિષાી, શ્રી રાકેશભાઈ કે રાય, શ્રી અંકુરભાઈ પંચાલ, શ્રી તાહીરભાઈ વાઘમાર, શ્રી રિઝવાનભાઈ ચિલ્લી અને શ્રી ફરીદભાઈખાન દ્વારા ટીમોનું સ્‍પોન્‍સર કરી છ ટીમોને મેદાનમાં ઉતારી હતી. સરીગામ એન. આર. અગ્રવાલ હોસ્‍પિટલ નજીકના મેદાનમાં સતત બે દિવસ સુધી ચાલેલી ટુર્નામેન્‍ટમાં યુવાનોએ ઉત્‍સાહ પૂર્વક પ્રદર્શન કર્યું હતું. મિત્રતા અને ખેલદિલી પૂર્વક રમાયેલી ટૂર્નામેન્‍ટમાં અંતે જોલી ઈલેવન અને રેહાન ઈલેવન વચ્‍ચે ફાઈનલ મુકાબલો થયો હતો. જેમાં જોલી ઇલેવન ચેમ્‍પિયન બનવા પામી હતી. જ્‍યારે રેહાન ઇલેવન ઉપવિજેતા બનવા પામી હતી. વિજેતા ટીમોને અને એના સ્‍પોન્‍સર શ્રી તાહીરભાઈ વાઘમારને ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની નિયુક્‍તિ

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

Leave a Comment