September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

મૃતકની ઓળખ ચિંતુ શર્મા હોવાની તેના ભાઈ રાજુ શર્માએ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી નજીક કરવડ અને ડુંગરી ફળીયા વચ્‍ચે આવેલી સિમમાંથી એક યુવકની ઝાડે લટકતી ફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
કરવડ સિમમાં ભેંસો ચરાવી રહેલ ચરવાહાએ સોમવારે બપોરે ઝાડ ઉપર લટકતી એક યુવાનની લાશ જોઈ હતી. તેણે અન્‍યોની વાત કરતા નજીકમાં રહેતા મુકતાર અહમદ ઘાંચી પાસે વાત પહોંચતા તેઓ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. સ્‍થાનિક પોલીસને જાણ કરી હતી તેમજ આજુબાજુથી જાણકારી મેળવી હતી. તેમાં મૃતક યુવાનનો નાનો ભાઈ રાજુ શર્માને શોધાયો હતો. રાજુએ પોતાના મૃતક ભાઈ ચિંતુ શર્મા (ઉ.વ.25) હોવાની ઓળખ કરી હતી તેમજજણાવેલ કે તે બે-ત્રણ દિવસથી ઘરેથી ગૂમ હતો. પોલીસે લાશ નીચે ઉતારી પી.એમ. માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment