April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: ઠંડીની મોસમ એટલે ચોરોની સિઝન. અનેક ચોરીઓ ઠંડીની મોસમ દરમ્‍યાન જ થતી હોય છે. પારડી ખાતે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઠંડીની મોસમમાં ચોરીઓ થતી આવી છે. આ વરસે થોડી મોડી એટલે કે ગઈકાલ રાતથી ખડકી ખાતે આવેલ પેટ્રોલપંપ પર રૂા.25 હજાર જેટલી રોકડની ચીલઝડપ કરી ચોરોએ પોલીસની ઉંઘ હરામ કરી પોલીસને દોડતી કરી દીધી છે.
બનાવની વિગત મુજબ ખડકી હાઈવે સ્‍થિત સીધ્‍ધી વિનાયક પેટ્રોલપંપ ખાતે ગઈકાલે રાતે મોટર સાયકલ લઈ આવેલ બે અજાણ્‍યા ઈસમો પૈકી એક ઈસમ પેટ્રોલપંપના બીજા નંબરના પોઈન્‍ટ પર જઈ ત્‍યાં હાજર ફિલર હિતેશભાઈ પાસે 500 રૂપિયાના છૂટા માંગતા હિતેશભાઈ એમને પોતાના ટેબલના ડ્રોઅરમાંથી સો રૂપિયાની પાંચ નોટ ગણી છૂટા આપી ડ્રોઅર બંધ કરી ચાવીને બીજા ખાનામાં મૂકી અન્‍ય આવેલ મોટર સાયકલમાં પેટ્રોલ નાંખવા જાય છે. મોટર સાયકલ સવારે પણ રૂા.500ની નોટ આપતા ફિલર હિતેશભાઈ પોતાના ડ્રોઅર પાસે આવી જોતા બધુ ખુલ્લું હોય અને ડ્રોઅરમાં મુકેલા રૂા.500ના દરની 49 નોટ તથા 100ના દરની ચાર નોટ મળી કુલ રૂા.24,500નું બંડલ તથા બાજુમાં ઉભેલ છૂટા લેવા આવેલ અજાણ્‍યો ઈસમ પણ ગાયબ હતો.સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા છૂટા લેવા આવેલ અજાણ્‍યો ઈસમ ડ્રોઅરમાંથી રૂપિયાનું બંડલ લઈ હાઈવે પર ઉભેલા અન્‍ય એક મોટર સાયકલ પર બેસી બન્ને રેમન્‍ડ કંપની તરફ જતા જોવા મળે છે.
બનાવની ખબર થતાં જ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ સહિત અન્‍ય ડી. સ્‍ટાફે સ્‍થળ પહોંચી તપાસ આદરી હતી. પોલીસ માટે લાલ આંખ સમાન આ બનાવને લઈ પોલીસ સજાક બની ચોરો અને ચોરી ન થાય એ માટે કોઈ એક્‍શન પ્‍લાન બનાવે એ ખૂબ જરૂરી બન્‍યું છે કારણકે એકવાર ચોરીની શરૂઆત થયા બાદ સતત ચોરી થતી હોવાના કિસ્‍સા પારડી ખાતે બની ચુકયા છે.

Related posts

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment