January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

પ્રશાસકના સલાહકાર અને નગર રાજભાષા કાર્યાન્‍વયન સમિતિના અધ્‍યક્ષ વિકાસ આનંદે હિન્‍દી ભાષામાં ઉત્‍કૃષ્‍ટ કામ કરનારા કાર્યાલયોને કર્યા પુરસ્‍કૃત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: આજે સવારે 11 વાગ્‍યે દમણ સચિવાલયના સભાખંડમાં સંઘપ્રદેશ પ્રશાસકશ્રીના સલાહકાર અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ, નગર રાજભાષા કાર્યાન્‍વયન સમિતિના અધ્‍યક્ષ શ્રી વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં સંઘપ્રદેશ રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની સંયુક્‍ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 1 જાન્‍યુઆરી, 2022 થી 30 જૂન, 2022 સુધી સેલવાસ અને દમણમાં આવેલ પ્રશાસનના કાર્યાલયો, કેન્‍દ્ર સરકારના કાર્યાલયો, બેંકો, નિગમો તથા સાહસો દ્વારા હિન્‍દી ભાષામાં કરવામાં આવેલ કામો અને તેમના દ્વારા રજૂ કરાયેલ છમાસિક હિન્‍દી પ્રગતિ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકના પ્રારંભમાં સહાયક નિર્દેશક અને સભ્‍ય સચિવ, નગર રાજભાષા કાર્યાન્‍વયન સમિતિ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર તથા તમામ ઉપસ્‍થિત સભ્‍યોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પાછલી બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયો બાબતે સહાયક નિર્દેશક અને સભ્‍ય સચિવશ્રીએ પ્રશાસકશ્રીનાસલાહકાર અને નગર રાજભાષા કાર્યાન્‍વયન સમિતિના અધ્‍યક્ષશ્રીને અવગત કરાયા હતા. બેઠકમાં સભ્‍ય સચિવે રાજભાષા વાર્ષિક કાર્યક્રમ મુજબ હિન્‍દીના ઉપયોગ માટે નિર્ધારિત માપદંડો મુજબ અલગ અલગ બિંદુઓને ક્રમ અનુસાર અધ્‍યક્ષની સમક્ષ રજૂ કરાયા હતા. નગર રાજભાષા કાર્યાન્‍વયન સમિતિ(નરાકાસ)ના સભ્‍ય કાર્યાલયો, નિગમો તથા સાહસો દ્વારા જાન્‍યુઆરી-2022થી જૂન-2022 સુધી હિન્‍દીમાં કરવામાં આવેલ કાર્યો પર આ બેઠકમાં અધ્‍યક્ષશ્રી દ્વારા વિસ્‍તારપૂર્વક ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
આ અવસરે પ્રશાસકશ્રીના સલાહકાર અને નરાકાસના અધ્‍યક્ષ શ્રી વિકાસ આનંદે રિપોર્ટોની સમીક્ષા કરવા ઉપરાંત તમામ કાર્યાલય પ્રમુખોને આપ્‍યો હતો કે કાર્યાલયોમાં રાજભાષા અધિનિયમ 1963ની કલમ 3(3)નું સો ટકા પાલન કરવામાં આવે. હિન્‍દી પત્રવ્‍યવહાર અને ટિપ્‍પણી માટે નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવાનો હસંભવ પ્રયાસ કરવામાં આવે. કાર્યાલયો, કોલેજો, શાળાઓ તથા પુસ્‍તકાલયોમાં હિન્‍દીના સત્તાવાર ઉપયોગી અને જ્ઞાનવર્ધક પુસ્‍તકોની ખરીદી કરવામાં આવે. આ સાથે રાજભાષા વિભાગના વેબપેજ પર મુકવામાં આવેલ અનુવાદિત સામગ્રીઓનો પણ યોગ્‍ય ઉપયોગ કરવામાં આવે.
આ બેઠકમાં દમણ અને સેલવાસના જે કાર્યાલયો દ્વારા રાજભાષા હિન્‍દીમાં વધુમાં વધુ પત્રવ્‍યહાર કર્યા છે તેમને શીલ્‍ડઆપીને પુરસ્‍કૃત પણ કરવામાં આવ્‍યા હતા. નગર રાજભાષા કાર્યાન્‍વયન સમિતિના અધ્‍યક્ષ શ્રી વિકાસ આનંદના હસ્‍તે દમણના વેટ કાર્યાલય અને સેલવાસના વિદ્યુત વિભાગને પ્રથમ પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા હતા. જ્‍યારે કેન્‍દ્રીય સરકારી કાર્યાલય શ્રેણીમાં ક્રમશઃ ભારતીય તટ રક્ષક કાર્યાલય તથા બામરએન્‍ડ લોરી કંપની લિમિટેડને પ્રથમ પુરસ્‍કારથી પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા. આ ઉપરાંત દમણમાં આવેલ કાર્યાપાલક ઈજનેર, લોક નિર્માણ વિભાગ, લેખા નિર્દેશાલય, સરકારી હોસ્‍પિટલ મરવડ, આંતરરાજ્‍ય પોલીસ બેતાર કેન્‍દ્ર, પાવરગ્રિડ કોર્પોરેશન, આવકવેરા વિભાગ, બાલ ભવન કાર્યાલય તથા સેલવાસ નગરપાલિકા, સેલવાસ સ્‍થિત પ્રચાર વિભાગ, આબકારી વિભાગ, દાનહ અનુસૂચિત જાતિ/જનજાતિ નિગમ, શાખા એમએમએમઈ વિકાસ સંસ્‍થાને પણ હિન્‍દીમાં વધુમાં વધુ પત્રવ્‍યવહાર માટે શીલ્‍ડ આપીને પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા.
આ બેઠકમાં નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, ઉચ્‍ચ અને ટેક્‍નીકલ શિક્ષણ સચિવ સુશ્રી અંકિતા આનંદ, લોક નિર્માણ વિભાગ સચિવ શ્રી સૌરભ મિશ્રા, ઊર્જા સચિવ શ્રી ચૈતન્‍ય પ્રસાદ મેકાલા, કાયદા સચિવ, કેન્‍દ્ર સરકારના કાર્યાલયોના અધિકારીઓ, પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ, નિગમો, સાહસોના પ્રમુખો અને બેંકોના મેનેજરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

Leave a Comment