Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટે અસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટે અસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ડૉ.તેજસ પટેલ(બ્‍ષ્ટદ્દત્રર્્ીશ્રળંશ્રંશિંતદ્દ), ડૉ. હિતેશ નંદોલા (ષ્ટત્ર્ક્કતશણૂર્શીઁ), ડૉ. રવીન્‍દ્ર પાટીલ (ભ્‍તક્કણૂર્ત્ર્શીદ્દશ્વશતદ્દ), ડૉ.મનીષ કામડી(ચ્‍ફવ્‍ લ્‍યશ્વફિંૂંઁ) ટીમ દ્વારા હિયરિંગ ઇમ્‍પેરમેન્‍ટ, સ્‍પીચઇમ્‍પેરમેન્‍ટ, લો વિઝન, અને માનસિક મંદતા ધરાવતા બાળકોનું ચેક અપ કરવામાં આવેલ. આ અસેસમેન્‍ટ કેમ્‍પનો મુખ્‍ય ઉદ્દેશ એ હતો કે જે બાળકો પાસે વિકલાંગતાનું પ્રમાણપત્ર નથી તેને પ્રમાણપત્ર મળી રહે, તેમજ ડૉક્‍ટરના માર્ગદર્શન હેઠળ બાળકોને જરૂરી સાધન સહાય આપી શકાય. આ કાર્યક્રમ શ્રી આર.કે. સિંઘ, એ. પી. સોલંકી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ બાળકોને સારી વ્‍યવસ્‍થા સ્‍પેશિયલ એજ્‍યુંકેટર હિતેશ ચાવડા, કૈલાસ ગોહિલ, રિસોર્સ પરસન રાધા રાવલે કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર શિક્ષા સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

Leave a Comment