January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

શહેરના એક એપાર્ટમેન્‍ટમાં રહેતી મહિલા કામે જઈ રહી હતી ત્‍યારે અજય મિશ્રા નામના આધેડે છેડતી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી ટાઉનમાં આજે મંગળવારે એક મહિલાની છડેચોક એક છેલ બટાઉએ છેડતી કરતા લોકો દોડી આવ્‍યા હતા અને પોલીસ આધેડને ઊંચકી ગઈ હતી.
વાપી બજારના એક એપાર્ટમેન્‍ટમાં રહેતી મહિલા કોઈ કામસર ઘરેથી બજારમાં જઈ રહી હતી ત્‍યારે એ સ્‍થાનિક મહિલાની આધેડે જાહેરમાં છેડતી કરી હતી. મહિલાની છેડતી કરતા મહિલાએબુમાબુમ કરતા મહિલાની મદદે લોકો દોડી આવ્‍યા હતા. વાપી ટાઉન પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી છેડતી કરનાર આધેડને પોલીસે દબોચી લીધો હતો. મહિલાએ અજય મિશ્રા નામના આધેડ વિરૂધ્‍ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આધેડ ઈશ્‍કી મિજાજી હોવાનું બહાર આવ્‍યું હતું. અગાઉ પણ આવી હરકતો કરી ચુક્‍યો છે.

Related posts

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

વાપી હાઈવે પર પાલિકા પાઈપના સમારકામ દરમિયાન 7 ફૂટ લાંબો અજગર નીકળ્‍યોઃ સફળ રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

Leave a Comment