October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી શરૂ કરાઈ

શહેરમાં ચોમાસા દરમિયાન ખરાબ થયેલ રોડ અને મરામત-નવિનીકરણની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી નગરપાલિકા હદ વિસ્‍તારના આંતરિક સહિત મુખ્‍ય રસ્‍તા ગત વર્ષે ચોમાસામાં ખરાબ થઈ ગયા હતા. તેવા તમામ રોડની મરામત તથા નવિનીકરણની કામગીરી ક્રમશઃ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. તે શૃંખલામાં હાલમાં વાપીના કુંભારવાડ પાંચ આંબાથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી ચાલી રહી છે.
વાપી શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના મુક્‍ય અને આંતરિક રોડ ખરાબ થઈ ગયા હતા. તેથી સામાન્‍ય જનતા અને વાહન ચાલકો ત્રસ્‍ત બની ગયા હતા.આમપણ શહેર ભીડભાડવાળુ છે તેમાં ખરાબ રોડથી વધુ મુશ્‍કેલી લોકો વેઠતા હતા પરંતુ પાલિકાએ એક પછી એક રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે તે પૈકી હાલમાં કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની કામગીરી ચાલુ છે.

Related posts

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

Leave a Comment