September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

મુખ્‍ય અતિથિએ.એસ.પી. શ્રીપાલ શેસમાના હસ્‍તે બોક્‍સિંગ ગોલ્‍ડ મેળવનારી વિદ્યાર્થીની મધુમિતાનું સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ દ્વારા વી.આઈ.એ. ઓડિટોરિયમમાં કોલેજ ફ્રેશર પાર્ટી યોજાઈ હતી. જેમાં સિનિયર વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનાયા હતા.
વી.આઈ.એ.માં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પોલીસ આઈ.પી.એસ., એ.એસ.પી. શ્રીપાલ શેસામા ઉપસ્‍થિત રહ્યા હતા. તેમનું સન્‍માન સ્‍વાગત કોલેજ ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈએ તથા કમલભાઈ દેસાઈએ સાલ ઓઢાડી કર્યુ હતું. આ પ્રસંગે કોલેજમાં ટી.વાય.બી.બી.એ અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની મધુમિતા એમ. દાસ બોક્‍સિંગ સ્‍પર્ધામાં ગોલ્‍ડ મેડલ મેળવી સંસ્‍થાને ગૌરવ અપાવ્‍યું તે બદલ મધુમિતાનું પણ એ.એસ.પી.ના હસ્‍તે બહુમાન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ ગીત, ડાન્‍સ અને લઘુનાટિકા રજૂ કરી હતી તેમજ કોલેજના સી.આર. અને એલ.આર.ની વરણી સાથે સાથે મી. એન્‍ડ મિસીસ ફ્રેશરની પસંદગી કરાઈ હતી. ટ્રસ્‍ટ ચેરમેન મિલનભાઈ દેસાઈ, કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.શિતલ ગાંધી, આચાર્યા ડો.મીત શાહ, ડો.અમી ઓઝાએ સર્વેને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment