એક વર્ષ પડી રખાયેલ સાયકલ રંગ રોગાન કરી વિદ્યાર્થીઓને પધરાવી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.17: આજરોજ તા.17/12/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ક્ષતિગ્રસ્ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીઓને જે આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે એ તમામ સાયકલોને રંગારુ ગાન અને સમારકામ કરીને આપવામાં આવી રહી છે મોટી સંખ્યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્ત હોય તેના કારણે વિદ્યાર્થીઓના વાલીને એક સાયકલ પાછળ આશરે 1000 રૂપિયાથી વધારે ખર્ચ કરવા પડશે.
આજે જે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ગેરહાજર બાતવવામાં આવ્યા છે કે કેમ અને એ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો એનું શું?
શું અહીં આદિવાસી વિસ્તાર ધરાવતા અને આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલે આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે.
શાળા પ્રવેશોત્સવના નામે સરકાર કરોડના તાઈફાઓ કરે છે અને શાળા પ્રવેશોત્સવ 2023 ની સાઇકલો આપવાનું જ ભૂલી ગયા અને એજ સાયકલોને કલરકામ કરીને 2024 પૂર્ણ થવાનું ત્યારે આપવામાં આવી એ કેટલા અંશે યોગ્ય.
આપવામાં આવેલ સાયકલોની ચકાસણી કરવામાં આવે અને જેના દ્વારા પણ આબેદરકારી દાખવામાં આવી છે. એમના પર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે ની માંગ કરવામાં આવી હતી.