મુખ્ય અતિથિએ.એસ.પી. શ્રીપાલ શેસમાના હસ્તે બોક્સિંગ ગોલ્ડ મેળવનારી વિદ્યાર્થીની મધુમિતાનું સન્માન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ દ્વારા વી.આઈ.એ. ઓડિટોરિયમમાં કોલેજ ફ્રેશર પાર્ટી યોજાઈ હતી. જેમાં સિનિયર વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને સન્માનાયા હતા.
વી.આઈ.એ.માં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પોલીસ આઈ.પી.એસ., એ.એસ.પી. શ્રીપાલ શેસામા ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સન્માન સ્વાગત કોલેજ ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈએ તથા કમલભાઈ દેસાઈએ સાલ ઓઢાડી કર્યુ હતું. આ પ્રસંગે કોલેજમાં ટી.વાય.બી.બી.એ અભ્યાસ કરતી વિદ્યાર્થીની મધુમિતા એમ. દાસ બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું તે બદલ મધુમિતાનું પણ એ.એસ.પી.ના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ ગીત, ડાન્સ અને લઘુનાટિકા રજૂ કરી હતી તેમજ કોલેજના સી.આર. અને એલ.આર.ની વરણી સાથે સાથે મી. એન્ડ મિસીસ ફ્રેશરની પસંદગી કરાઈ હતી. ટ્રસ્ટ ચેરમેન મિલનભાઈ દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો.શિતલ ગાંધી, આચાર્યા ડો.મીત શાહ, ડો.અમી ઓઝાએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.