(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: ઉમરગામ તાલુકાના વલવાડા પીએચસી સેન્ટરમાં રૂ.20 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ અને લોહીની તપાસ માટે સેલ કાઉન્ટર મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. વલસાડ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ સમક્ષ સ્થાનિક અગ્રણી અને -જાજનોએ એમ્બ્યુલન્સ અને લોહીની તપાસ માટે સેલ કાઉન્ટર મશીનનીઆરોગ્ય લક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમા રાખી જિલ્લા પંચાયતના સભ્ય અને બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલે એમની ગ્રાન્ટમાંથી રૂ.15 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ અને રૂ.પાંચ લાખના ખર્ચે લોહીની તપાસ માટે સેલ કાઉન્ટર મશીનની સગવડતા ઊભી કરી આજરોજ પ્રજાજનોને લોકાર્પણ કરી હતી. સાંજના ચાર કલાકે વલવાડા પીએચસી સેન્ટર ખાતે લોકાર્પણવિધિ કરવામાં આવી હતી. જેમાં પીએચસી સેન્ટરના ડોક્ટર હેમાન્સુભાઈને એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતનો સભ્ય શ્રીમતી નયનાબેન પુરોહિત, મોહન ગામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ હળપતિ, અછારી પંચાયતના માજી સરપંચ શ્રી રામુભાઈ પટેલ, વલસાડ ભાજપા પૂર્વ મહામંત્રી અને સ્થાનિક આગેવાન શ્રી પ્રવીણભાઈ પટેલ, બોરલાય ગામના આગેવાન શ્રી સુભાષભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પુરોહિત, શ્રી કેતનભાઈ નંદવાના, વલવાડા પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી મનોજભાઈ પટેલ, અને વલવાડા પીએચસી સેન્ટરના સ્ટાફ અને સિસ્ટરોની હાજરી જોવા મળી હતી.