Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

વાપી પાસે આવેલ અંબાચ ગામે ખાનગી જમીન પચાવનાર સરોધીના 4 સહિત અધિકારી સામે ફરિયાદ:  મૂળ જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદ બાદ થયેલ કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
છેલ્લા દશકામાં જમીનોના ભાવો આસમાને પહોંચતા અનેક જગ્‍યાએ ગામોમાં ખોટા દસ્‍તાવેજ સરકારી બાબુઓની રહેમ હેઠળ બનાવીને જમીન પચાવી પાડવાનાકિસ્‍સા રોજીંદા બની રહ્યા છે તેવો બનાવ વાપી નજીક આવેલ અંબાચ ગામે જમીનના પેપરો સાથે ચેડાં કરીને અસલી માલિકની જાણ બહાર જમીન પચાવી દેવાતા જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં સરોધીના 4 સહિત મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટના પ્રાપ્ત ટૂંક વિગતો મુજક પારડી તાલુકાના સરોઘીમાં રહેતા વિજય બાબુલાલ પટેલે અંબાચ ખાતે આવેલ જુનો બ્‍લોક નં. 408 અને નવા બ્‍લોક નં.રરપ0 વાળી જમીન ગત તા. 14/03/69ના રોજ દિનુભાઈ ઉર્ફે રામુભાઈ લલ્લુભાઇ ચિમનભાઈ લલ્લુભાઈ અને છોટુભાઈ લલ્લુભાઈ પાસેથી રૂા.399માં શાંતાબેન છીબુભાઈ પટેલ રહે. સરોધી સિંઘા ફળિયાએ વેચાણ રાખી હોવાની ખોટી એન્‍ટ્રી આધારે શાંતાબેનના અવસાન બાદ અમો એમના વારસદાર છીએ. વિજય છીબુ પટેલ, વિનય છીબુ પટેલ, સંજય છીબુ પટેલ અને એમા હેમા છીબુ પટેલે એક સાથે મેળાપીપણામાં ખોટા બનાવતી સરકારી દસ્‍તાવેજોમાં ચેડાં કરીને પારડી મામલતદાર કચેરીના કર્મચારી-અધિકારીઓ સાથે મળીને જમીન પચાવી પાડી હતી. જેથી મૂળ માલિક દોલત ચીમનભાઈ મૈસુરીયા રહે.વલસાડ વિનાયક સોસાયટીએ આ તમામ વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આગળની તપાસ હાથ ધરીછે. જેમાંકચેરીના કયાં અધિકારી-કર્મચારીની આ પ્રકરણમાં સંડોવણી છે તે તપાસમાં ખુલશે.

Related posts

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

Leave a Comment