Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

સરકારી ગોચર જમીનોની માંગણી અંગે માલધારી સમાજ આંદોલન કરી રહેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત માલધારી સમાજ પોતાની પડતર માંગણીઓ સાથે સરકાર સમક્ષ આંદોલન કરી રહેલ છેતે પૈકી સરકારે વચ્‍ચેનો રસ્‍તો કાઢયો છે. પરંતુ માલધારી સમાજે આગળ જાહેર કર્યા મુજબ તા.21 સપ્‍ટેમ્‍બરના રોજ પોતાનું દૂધ વિતરણ નહી કરે તેવો રાજ્‍ય સ્‍તરે લેવાયેલ નિર્ણયનો અમલ કરશે તે મુજબ વલસાડ જિલ્લામાં આવતીકાલે 21 સપ્‍ટે.ના રોજ માલધારીઓ પોતાનું દૂધ વેચાણ કે વિતરણ નહી કરે તેવી જાહેરાત ઉમરગામ સહિત વિવિધ સ્‍તરે યોજાયેલ સમાંતર મીટિંગોમાં ડિક્‍લેર કર્યું છે. તેથી બુધવારે દૂધની હાલાકી જિલ્લામાં ઉભી થશે તેવો અણસાર સાંપડી રહ્યો છે.
આવતીકાલ 21 સપ્‍ટેમ્‍બરના રોજ સામાન્‍ય રીતે માલધારીઓ દૂધ વિતરણ નહી કરશે તો સામાન્‍ય અંશતઃ દૂધની શોર્ટેજ ઉભી થશે, પરંતુ જે લોકો અમુલ કે વસુધારા ડેરીના દૂધ પેકેટ વાપરે છે તેમને કોઈ અસર થશે નહી જે પરિવારો માલધારીઓનું દૂધ વાપરે છે તેમના ઘર સુધી દૂધ બુધવારે આવશે નહી. પરંતુ અમુલ-વસુધારા કે ખાનગી ડેરીઓના દૂધનો વિકલ્‍પ ખુલ્લો છે તેથી સહેજે ગભરાવવાની જરૂર નથી. માલધારીઓ માત્ર એક જ દિવસ દૂધ વિતરણથી અગળા રહેનાર છે.

Related posts

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment