Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્‍ય બે વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.20
ચીખલી પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્‍વીફટ કારમાં દારૂ ભરી ખુડવેલ ચાર રસ્‍તા થઈ ટાંકલ તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસેસાદડવેલ ચાર રસ્‍તા પાસે વોચ ગોઠવી હતી તે વખતે આવી રહેલ એક દારૂનો જથ્‍થો ભરેલ કારના ડ્રાયવરને ઝડપી પાડયો હતો. જ્‍યારે બે વ્‍યક્‍તિ ફરાર થતાં તેઓને પોલીસે વોન્‍ટેડ જાહેર કર્યા છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાતમી મુજબની સફેદ કલરની સ્‍વીફટ કાર નં. જીજે21 એએચ 1543 આવતા જેને રોકી કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 630 જેની કિંમત રૂા.41,570/ મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા તેઓ નહીં હોવાનું જણાવતા પોલીસે પ્રદીપ ઉર્ફે લાલુ ચીમન પટેલ (રહે. ઓઝર પારસી ફળીયું તા. ચીખલી)ની અટક કરી હતી. જ્‍યારે દારૂ ભરેલ સ્‍વીફટ કાર આપી જનાર શરદ દિલીપ પટેલ (રહે. અરનાલા નદી ફળીયું તા. પારડી) તેમજ દારૂનો જથ્‍થો મંગાવનાર અજાણ્‍યા ઇસમને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્‍વીફટ કારની કિંમત રૂા.2,50,000/ તેમજ બે મોબાઈલ કિંમત રૂા.6,000/ મળી કુલ રૂા.2,97,570/નો મુદ્દામાલ કબ્‍જે કરી બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. શ્રી પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

vartmanpravah

Leave a Comment