June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નાર્કો અંતર્ગત એસ.ડી.પી.ઓ.ના દેખરેખ હેઠળ નશા તસ્‍કરો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. ગત 19 સપ્‍ટેમ્‍બરના રોજ સામરવરણી સ્‍કૂલ ફળિયા વિસ્‍તારમાં મસાટ આઉટ પોસ્‍ટના કર્મચારીઓ સાથે એ.એસ.આઈ. શ્રી આર.ડી.રોહિત દ્વારા તપાસ દરમ્‍યાન જોવા મળ્‍યું હતું કે ચિકનની દુકાન પાછળ રામુભાઈ પટેલના ઘર પાસે કેટલાક યુવાનો ભેગા થયેલા હતા જેઓની ગતિવિધિ શંકાસ્‍પદ દેખાતા ચિકનની દુકાનની તપાસ કરી હતી જ્‍યાંથી 1.6 કિલોગ્રામ ગાંજો મળી આવ્‍યો હતો જેની અંદાજીત કિંમત 16 હજાર રૂપિયા જે પ્રદીપ રામુભાઈ પટેલ ઉર્ફે લિડીયો અને સુરેશ રામકૃષ્‍ણ દત્તા ઉર્ફે બંગાળી પાસેથી મળી આવેલ પોલીસે એનડીપીએસ અધિનિયમ 1985 અને અંડર સેક્‍શન 8(સી), 20(બી) (2)બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઈ શ્રી નિલેશ કાટેકરને સોંપવામા આવી હતી.
આરોપી પ્રદીપ રામુભાઈ પટેલ ઉર્ફે લિડીયો (ઉ.વ.28) રહેવાસી સામરવરણી સ્‍કૂલ ફળીયા અને શ્રી સુરેશ રામકૃષ્‍ણ દત્તા ઉર્ફે બંગાલી (ઉ.વ.19) રહેવાસી મસાટ પાદરીપાડા મૂળરહેવાસી ઓડિસા જેઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા 23 સપ્‍ટેમ્‍બર સુધી પી.સી.આર. આપવામાં આવ્‍યા છે. આ ચેનને તોડવા માટે આ ગુનામાં સામેલ દરેક આરોપીઓને પકડવા માટે આગળની તપાસ ચાલી રહી છે.

Related posts

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

Leave a Comment