January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

ચુસ્‍ત બંદોબસ્‍ત અને ચેકીંગ માટે જાણીતા અવધ ઉથોપીયામાં છેલ્લા કેટલાક સમયથી બની રહ્યા છે ચોરી તથા છેતરપિંડીના બનાવો

અગાઉ સંકેત મહેતા નામના સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે કામ કરતા કર્મચારીએ પોતાના સાથી કર્મચારીઓ સાથે સસ્‍તામાં આઈફોન અપાવવા અંગે છેતરપિંડી કરી હતી એ જ સંકેત મહેતાએ અવધ ક્‍લબ સાથે કરી 28 લાખથી વધુની છેતરપિંડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: સમગ્ર ગુજરાતમાં પોતાની અનેક શાખાઓ ધરાવતું અને ફકતપૈસાદારોને જ પોતાના ક્‍લબ મેમ્‍બર બનાવી ઊંચી ફ્રી દ્વારા રૂમ, રેસ્‍ટોરન્‍ટ, મેરેજ હોલ, સિનેમા, સ્‍વિમિંગ પૂલ, સ્‍પોટ્‍સ ક્‍લબ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. અને આ તમામ સુવિધાઓ પોતાના ક્‍લબ મેમ્‍બરોને મળી રહે તે માટે તેઓએ વેલ એજ્‍યુકેટ અને ક્‍લબ તરફથી મળતી અલગ અલગ સુવિધામાં પારંગત એવા સ્‍ટાફની ભરતી કરવામાં આવી છે. સાથે સાથે આ ક્‍લબ પોતાની ચુસ્‍ત બંદોબસ્‍ત અને ચેકીંગ માટે ખૂબ જાણીતા હોવા છતાં પારડીના ટુકવાડા ખાતે આવેલ આ અવધ ક્‍લબમાં છેલ્લા કેટલાક સમયથી આ પૈસાદારોના બંગલાઓમાં ચોરી તથા સ્‍ટાફ અને ક્‍લબ સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા હોય ક્‍લબના 2000 જેટલા ક્‍લબ મેમ્‍બરો માટે ખૂબ વિચાર માંગી લે છે.
પારડી તાલુકાના ટુકવાડા ખાતે આવેલા આ અવધ ઉથોપીયા ક્‍લબનું અવધ ઈન્‍ફાટેક નામથી રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હોય તમામ વ્‍યવહાર અવધ ઈન્‍ફાટેકના નામથી જ ચાલે છે અને આ ક્‍લબમાં આશરે બે હજાર જેટલા માલતુજાર મેમ્‍બરો નોંધાયેલા છે. જેઓ પોતાના નાના મોટા પ્રસંગો આ ક્‍લબ ખાતે ઉજવતા હોય છે.
આવા જ આ ક્‍લબના મેમ્‍બર એવા રાકેશ કિશોરીલાલ બોથરા અને ભાવિક બાવરીયાઓએ તારીખ 22-6-2023 ના રોજ પોતાને ત્‍યાં લગ્ન પ્રસંગ હોય આ અવધ ઉથોપીયા ક્‍લબમાં મેરેજ હોલ અને રૂમોનું બુકિંગ કરાવ્‍યુંહતું.
આ બુકિંગ માટે તેમણે અવધ ઉથોપિયા ક્‍લબમાં બેંકવેટ સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે છેલ્લા દસ મહિનાથી જોડાયેલા સંકેત દિનેશભાઈ મહેતા રહે.બિલ્‍ડીંગ નંબર એક રૂમ નંબર 68 મહેતા મેન્‍શન ડોક્‍ટર આંબેડકર રોડ લાલબાગ મુંબઈનાઓને આ મેરેજ હોલ તથા રૂમ બુકિંગ માટે તા.25-3-2023 ના રોજ રૂા.1,99,000, તા.4-5-2023 ના રોજ 2 લાખ રૂપિયા, તા.19-6-2023 ના રોજ રૂા.5,23,450 અને રૂા.1,50,000 મળી કુલ 28,68,960 રૂપિયા ચૂકવી દીધા હતા અને સંકેતે આ મેરેજ હોલ તથા રૂમના બુકિંગ ક્‍લબના હેડ સુભાષચંદ્ર બ્રીજમોહનને જાણ કરાતા એકાઉન્‍ટન્‍ટ અંકિત શાહે પેમેન્‍ટ માટે પૂછતા પ્રસંગ પતે એટલે આપી દેશે હોવાનું જણાવી આ રૂપિયા ક્‍લબમાં જમાં ન કરાવી સંકેતે પોતાના ઉપયોગ માટે રાખી દીધા હતા.
મેરેજનો પ્રસંગ પત્‍યાબાદ બાદ ક્‍લબની એકાઉન્‍ટન્‍ટ તેજલબેને પેમેન્‍ટની ઉઘરાણી કરતા રાકેશભાઈ બોથરાએ સમગ્ર પેમેન્‍ટ થઈ ગયું હોવાનું જણાવતા આ સમગ્ર છેતરપિંડીનો મામલો સામે આવ્‍યો હતો.
ત્‍યારબાદ સંકેતને મોબાઈલ કરતા તેનો મોબાઈલ બંધ આવતા જે સર્વોદય હોટલમાં સંકેત રોકાયો હતો ત્‍યાં તપાસ કરતા ત્‍યાંથી પણ સંકેત રૂમ છોડી ચાલ્‍યો ગયો હતો.
વધુ તપાસ દરમિયાન આ સંકેતે ક્‍લબ સ્‍ટાફ તથા અન્‍ય કર્મચારીઓને સસ્‍તામાંઆઈફોન 12 અને 14 અપાવવાની લાલચ આપી બાર જેટલા સ્‍ટાફ કર્મચારીઓ સાથે પણ રૂા.11,65,500 ની છેતરપિંડી કરી હોય આ ક્‍લબના હ્યુમન મેનેજર તરીકે નોકરી કરતા નીરજભાઈ રવિન્‍દ્રભાઈ પટેલ રહે.પલસાણા હનુમાન ફળિયું તાલુકા પારડીનાઓએ સંકેત દિનેશભાઈ મહેતા વિરૂધ્‍ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને ઠગાઈની કુલ રૂા.40,34,400 ની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.
ફકત પૈસાદારો, મોટા વેપારીઓ, કંપનીના માલિકો જેવાઓને જ મેમ્‍બર બનાવી તેઓના સુખ સગવડ માટે સ્‍થાપિત અને આ માટે મસ્‍ત મોટી ફી વસુલ કરતી આ અવધ ઉથોપિયામાં છેલ્લા થોડા સમયથી ચોરી અને છેતરપિંડી જેવા કિસ્‍સાઓ બનતા ક્‍લબના 2000 જેટલા મેમ્‍બરો માટે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.

Related posts

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

vartmanpravah

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી ભાજપ મેનીફેસ્‍ટો માટે 25 હજાર સુચનો મંગાવશે, સુચનો આધારે મેનીફેસ્‍ટો તૈયાર થશે

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment