January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બિમાર કિશોરને એક્‍સપાયરી ડેટની દવા આપી


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: અંતરીયાળ કપરાડા વિસ્‍તારમાં માંડવા ગામે કાર્યરત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની આજે બેદરકારીનો બનાવ બન્‍યો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારના એક કિશોરને એક્‍સપાયરી ડેટની દવા પકડાવી દેતા ચકચાર મચીજવા પામી હતી.
થોડા સમય પહેલાં ધરમપુર વિસ્‍તારમાં દુકાનોમાં એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો વેચાણ થતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્‍યો હતો ફરી વાર આજે કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એક્‍સપાયરી ડેટની દવા દર્દીને પકડાવી દીધાની ચોંકાવનારી હકિકતો સામે આવી છે. ગ્રામ્‍ય વિસ્‍તારનો 11-12 વર્ષનો કિશોર બિમારી અંગે આરોગ્‍ય કેન્‍દ્રમાં દવા લેવા ગયો હતો. ત્‍યાં કિશોરને એક્‍સપાયરી ડેટની દવા આપી દેવાઈ હતી. કિશોર ઘરે આવ્‍યો ત્‍યારે ગામના જાગૃત નાગરિકે દવાની તપાસ કરી તો દવા એક્‍સપાયરી ડેટની હતી. તેથી હોબાળો મચી ગયો હતો. આ બાબતનો માંડવા આરોગ્‍ય કેન્‍દ્રના મહિલા તબીબ ડો.દર્શનાએ પણ સ્‍વિકાર કર્યો હતો. સવારે દર્દીઓની ભીડ હતી. ફરજ પરના ફાર્મસિસ્‍ટ અન્‍ય કામે બહાર ગયેલા હતા તે દરમિયાન નર્સે ભૂલથી દર્દીને દવા આપી દીધી હતી. અંતરિયાળ વિસ્‍તારમાં આરોગ્‍ય બાબતે કેવી બેદરકારી ચાલતી હશે એ આજની ઘટનાએ સાબિત કર્યું છે.

Related posts

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment