Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત દ્વારા વિવિધ વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: ગત તા.19મી સપ્‍ટેમ્‍બરના સોવારે રખોલી ગ્રામ પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલના નેતૃત્‍વમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. જેમાં રખોલી પંચાયત માર્કેટ, રખોલી-મધુબન રોડ ત્રણ રસ્‍તાથી રખોલી ઉંગણપાડા સુધી તથા રખોલી-સાયલી મુખ્‍ય રોડ પટેલપાડામાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાન દરમિયાન સફાઈ બાબતે જાગૃતિ લાવવા હેતુ હેમીલ્‍ટનકંપનીની મુલાકાત લઈ સાફ-સફાઈ રાખવા જાણકારી આપી હતી. આ ઉપરાંત કેટલીક દુકાનોની મુલાકાત કરી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરવા બદલ દંડાત્‍મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રખોલી ગ્રામ પંચાયતના સભ્‍યો, પંચાયતના સેક્રેટરી અને પંચાયતના કર્મચારીઓ સહિત ગ્રામજનો પણ જોડાયા હતા.
દાનહના જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ સ્‍વચ્‍છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment