Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન નંદઘરના ભૂલકાંઓ અને સંચાલકો સાથે કરેલી વાતચીતઃ ગુણવત્તા અને સ્‍વચ્‍છતાની પણ કરેલી ચકાસણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ અને ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ વિવિધ સમસ્‍યાઓથી પરિચિત થવાનો પ્રારંભ કર્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલથી દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોની વિવિધ સમસ્‍યાઓના ઉકેલની આશા જન્‍મી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને સભ્‍ય શ્રી વિષ્‍ણુભાઈ બાબુ સોરઠી, પરિયારીના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, ઉપ સરપંચ શ્રી સંતોષ હળપતિએ જિ.પં. પ્રમુખ અને ઉપ પ્રમુખનું ભાવભિનું સ્‍વાગત કર્યું હતું અને તેમના પ્રયાસની સરાહના કરી હતી.
જિલ્લા પંચાયતના મુખ્‍ય કર્તા-હર્તા ગણાતા જિ.પં. પ્રમુખ અને ઉપ પ્રમુખે વિવિધ નંદઘરોનું પણ નિરીક્ષણકર્યું હતું અને રસોડા તથા આજુબાજુના વિસ્‍તારની સ્‍વચ્‍છતાની પણ ચકાસણી કરી હતી.
પરિયારી ખાતે સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલે અને ઉપ સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિએ ચોમાસાને ધ્‍યાનમાં રાખી દેવાપારડી અને ગામના આંતરિક રસ્‍તાઓનું કામચલાઉ સમારકામ કરી વરસાદમાં રાહત કરી આપવા માંગણી કરી હતી.

દમણવાડા પંચાયતની લાઈબ્રેરી નિહાળી પ્રભાવિત થયેલા દમણ જિ.પં. પ્રમુખ અને ઉપ પ્રમુખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : દમણવાડા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ અને ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે દમણવાડા પંચાયત દ્વારા નિર્મિત લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. ગામવાસીઓ તથા આજુબાજુ વિસ્‍તારના લોકો દ્વારા લાઈબ્રેરીનો ઉઠાવવામાં આવી રહેલ લાભથી પ્રભાવિત પણ થયા હતા. તેઓએ લાઈબ્રેરીના વિવિધ પુસ્‍તકો, સમાચાર પત્રો તથા મેગેઝિનોનું નિરીક્ષણ પણ કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment