Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.25: ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે નવસારી જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પશુપાલન યોજનાકીય શિબિર તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિના પશુપાલકોને વાસણ કીટ અને રબરમેટ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ આહીરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરે રાજય સરકારશ્રીની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .
આ કાર્યક્રમમાં ચીખલી અને નવસારી તાલુકાના કુલ ૪૦૦ પશુપાલકોને વાસણકીટ નો લાભ આપવામાં આવ્યો હતો અને ચીખલી તાલુકાના કુલ ૮૧ પશુપાલકોને પશુઓને બેસવા માટેની રબરમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમા નાયબ પશુપાલન નિયામક ડો. એમ.સી.પટેલે સૌને આવકારી યોજનાકીય માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પશુપાલન અધ્યક્ષશ્રી પરિમલભાઈ પટેલ, શિક્ષણ સમિતિ અધ્યક્ષશ્રી દર્શનાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી શ્રી અરવિંદભાઈ પાઠક, જાહેર આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત ચીખલી પ્રમુખશ્રી કલ્પનાબેન તથા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

બિહાર મુખ્‍યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્‍પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કરાયેલું મેગા પેરેન્‍ટ ટીચર્સ મિટીંગનું આયોજન

vartmanpravah

સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડમાં આશા ફેસીલીટેટરોને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment