Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

સમય સુચકતા વાપરી ચાલક કુદી પડતા બચાવ થયો : ટ્રકમાં નાસિકથી સુરત જતા ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કપરાડા-નાનાપોંઢા-નાસિક રોડ ઉપર જોગવેલ ગામ પાસે આજે બુધવારે સવારે 7 વાગ્‍યાના સુમારે ખાંડનો જથ્‍થો ભરીને નાસિકથી સુરત તરફ જતી ટ્રકામં અચાનક ભિષણ આગ લાગી હતી. આગની ઘટના બાદ અફરાતફરી સાથે ટ્રાફિક જામની સ્‍થિતિ સર્જાવા પામી હતી.
કપરાડા-નાનાપોંઢા-નાસિકને જોડતો હાઈવે માર્ગ જોગવેલ ગામ પાસે આજે સવારે ખાંડનો જથ્‍થો ભરી સુરત જતી ટ્રકમાં અચાનક જ ભિષણ આગ લાગી હતી. જોકે સતર્કતા દાખવી ચાલક સલામત રીતે બહાર નિકળી જતા તેનો જીવ બચી ગયો હતો. આગની ઘટના બાદ કલાકો સુધી ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે નહી પહોંચતા ટ્રક બળીને ખાખ થઈ હતી. બીજી તરફ રોડ ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ થઈ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.સવારમાં બનેલી ઘટનાથી લોકોના ટોળા ઉમટી પડયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્‍લાનેટના સંદેશ સાથે સાયક્‍લોથોનમાં શહેરીજનો ઉમટયા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા ઉચ્‍ચસ્‍તરે કરાયેલી રજૂઆત

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

Leave a Comment