Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

શ્રીપાલ શેસ્‍માની વલસાડથી બદલી થતા રાજસ્‍થાન સમાજ અગ્રણી બળવંત તાપલ, બી.કે. દાયમાએ સાફો પહેરાવી સન્‍માન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: તાજેતરમાં ગુજરાતમાં યોજાનાર સામાન્‍ય ચૂંટણીના ઉપલક્ષમાં ચૂંટણી પંચની સુચના અનુસાર ગુજરાત રાજ્‍ય પોલીસ બેડાના એસ.પી., એ.એસ.પી., પી.આઈ. કેડરના ઉચ્‍ચ અધિકારીઓની બઢતી અને બદલી સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમાં વાપીના એ.એસ.પી., આઈ.પી.એસ. શ્રીપાલ શેસ્‍માની ગાંધીનગર સુરક્ષા બળ કમાન્‍ડર તરીકે બદલી સાથે બઢતી આપવામાં આવી હતી. તેથી મૂળ રાજસ્‍થાન હોવાથી વાપી રાજસ્‍થાન સમાજ દ્વારા મંગળવારે રાજસ્‍થાન ભવનમાં શ્રીપાલ શેસ્‍માનો વિદાય અને અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો.
રાજસ્‍થાન પ્રગતિના ટ્રસ્‍ટી બી.કે. દાયમા, અગ્રણી બળવંત તાપલ, અધ્‍યક્ષ રાજેશ દુગ્‍ગડ, જગદિશ તંવર, ગૌત્તમભાઈ, નવિન જૈન જેવા રાજસ્‍થાન વાપી સમાજના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિતોએ વાપી એ.એસ.પી.શ્રીપાલ શેસ્‍માનું રાજસ્‍થાની સાફો પહેરાવી, ફુલ પુષ્‍પગુચ્‍છોથી સમાજે બહુમાન કર્યું હતું. વાપી વિભાગમાં તેઓએ નવ મહિના સુધી ફરજ બજાવી કાયદા વ્‍યવસ્‍થા માટે કરેલી કામગીરીની સરાહના કરાઈ હતી. શ્રીપાલ શેસ્‍મા મૂળ રાજસ્‍થાન નાગૌર જિલ્લા વતની છે.

Related posts

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્‍તોએ વૃક્ષારોપણ કરી સ્‍વચ્‍છતાની સુગંધ ફેલાવી

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment