(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપીમાં સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દે ઘુમાકે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ હાજરી આપી હતી. ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 6 વર્ષોથી આ ક્રિકેટટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ દ્વારા સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 5555 જરૂરિયાતવાળા બાળકો માટે એજ્યુકેશન કીટ તૈયાર કરીને વિતરણ કરવાનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, વાપી ભાજપ સંગઠન મહામંત્રી વિરાજ દક્ષિણી ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં વાપી તથા આસપાસની વિસ્તારોની 36 ટીમો તથા 2 મહિલા ટીમોએ ભાગ લીધો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/04/Sevabhavi-Photo-960x753.jpeg)