October 14, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન સાચા અર્થમાં બનેલું 3D

  • ..અને એટલે જ પ્રધાનમંત્રીશ્રી સંઘપ્રદેશના બનેલા ભાગ્‍યવિધાતા

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં ‘Discipline(શિસ્‍ત), Dedication(સમર્પણ)અને Determination(નિર્ધાર)’ 3Dનો સમન્‍વયઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો સાડા છ વર્ષનો કઠોર પરિશ્રમ અને પ્રધાનમંત્રીશ્રીની કૃપાદૃષ્‍ટિનું પરિણામ

આવતી કાલે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસ અને દમણના આંગણે આવી રહ્યા છે ત્‍યારે તેમને વધાવવા માટે આખો પ્રદેશ થનગની રહ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઇતિહાસમાં આ પહેલી ઘટના હશે કે, સમગ્ર પ્રદેશના લોકો પક્ષા-પક્ષી ભૂલીને પણ પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક પામવાઅધિરા બન્‍યા છે. જેની પાછળ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં ખાસ કરીને છેલ્લાં સાડા છ વર્ષથી સામાજિક, શૈક્ષણિક, આર્થિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત જેવા ક્ષેત્રે થયેલી ક્રાંતિ છે. તેથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યવિધાતા તરીકે પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ઓળખવામાં આવે તો પણ કોઈ અતિશયોક્‍તિ નથી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને સંક્ષિપ્તમાં થ્રીડી કહેવામાં આવે છે. પરંતુ હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રશાસન ‘Discipline(શિસ્‍ત), Dedication(સમર્પણ)અને Determination(નિર્ધાર)’ થી સાચા અર્થમાં થ્રીડી બન્‍યું છે. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસનનો વહીવટ શિસ્‍ત, સમર્પણ અને નિર્ધારની ભાવનાથી થઈ રહ્યો છે. સંઘપ્રદેશના વહીવટીતંત્રમાં અનુશાસન, સમર્પણ અને નિર્ધારશક્‍તિની ભાવના લાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો સ્‍વયં સાડા છ વર્ષનો કઠોર પરિશ્રમ અને પ્રધાનમંત્રીશ્રીની કૃપાદૃષ્‍ટિ રહી છે.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વહીવટ મહદ્‌અંશે પારદર્શક બન્‍યો છે. સચિવાલયમાં પેધા પડી રહેતા દલાલો તડીપાર થયા છે. રાજકીય માફિયાઓનો સૂર્યાસ્‍ત થઈ ચુક્‍યો છે. જેના પરિણામે પ્રદેશમાં વિકાસના કામો ગુણવત્તાની સાથે દેખાતા થયા છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગરહવેલીની આઝાદીના 70 અને દમણ-દીવની આઝાદીના 60 વર્ષ બાદ નહીં થયા હોય એટલા વિકાસના કામો ફક્‍ત છેલ્લાં સાડા છ વર્ષમાં સંભવ બન્‍યા છે. ફક્‍ત વિકાસના કામો જ નહીં પરંતુ વૈચારિક શક્‍તિ અને સામાજિક પરિવર્તનનું ભગિરથ અભિયાન પણ છેલ્લાં સાડા છ વર્ષથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ થયું છે. જેનો સંપૂર્ણ શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના શિસ્‍ત, સમર્પણ અને પ્રતિબધ્‍ધતાને જાય છે. તેથી દેશના ટચૂકડા એવા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્‍યે રાખેલા સ્‍નેહ અને ઉદારતાના કારણે પ્રધાનમંત્રીશ્રી સાચા અર્થમાં આ પ્રદેશના ભાગ્‍યવિધાતા બન્‍યા છે.

Related posts

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment