October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે નયનાબેન પટેલની વરણી

નરોલી ગ્રામ પંચાયતમાં હવે તમામ સભ્‍યો ભાજપ સમર્થિત હોવાથી સર્વાનુમતે ગામના વિકાસ કામોને મળનારી પ્રાથમિકતા 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 11 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલનું આકસ્‍મિક નિધન થતાં ખાલી પડેલા સરપંચ પદ માટે આજે પંચાયતના સભ્‍યો મારફત ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે શ્રીમતી નયનાબેન નરેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 11 ગ્રામ પંચાયત સભ્‍યોનું કદ ધરાવતી નરોલી ગ્રામ પંચાયતમાં હવે લગભગ તમામ સભ્‍યોએ આપેલા ભાજપના સમર્થન બાદ શ્રીમતી નયનાબેન નરેશભાઈ પટેલના નામ ઉપર સરપંચ પદ માટે સહમતિ સાધવામાં આવી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરની અધ્‍યક્ષતામાં મળેલી ગ્રામ પંચાયતનીખાસ સામાન્‍ય સભામાં શ્રીમતી નયનાબેન પટેલને સરપંચ તરીકે બિરાજમાન કરવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સહિત ભાજપના પદાધિકારીઓ અને નરોલી ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઘોષિત થયેલા શ્રીમતી નયનાબેન પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ગામના જે પણ વિકાસ કામો બાકી છે તે તમામ સૌના સાથ અને સહકારથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે સરપંચ બનાવવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

Leave a Comment